Western Times News

Gujarati News

42 લાખ ભારતીયોની નોકરી ઉપર લટકી રહી છે તલવાર

આ રિપોર્ટ અનુસાર દેશમાં લેબર ફોર્સની સંખ્યા ઘટી છે ફેબ્રુઆરીમાં કામદારોની સંખ્યા ૪૫.૭૭ કરોડ હતી

(એજન્સી)નવી દિલ્હી,દેશમાં એકબાજુ રોજગારીની તકો સતત ઘટી રહી છે. ત્યાં બીજી બાજુ લગભગ ૪૨ લાખ ભારતીયોની નોકરી પર છટણીની તલવાર લટકી રહી હોવાનો દાવો સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી રિપોર્ટ માં કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટ અનુસાર, દેશમાં લેબર ફોર્સ (કામદારો)ની સંખ્યા ઘટી છે. દેશમાં ફેબ્રુઆરીમાં કામદારોની સંખ્યા ૪૫.૭૭ કરોડ હતી. જે માર્ચ, ૨૦૨૫માં ૪૨ લાખ સુધી ઘટી ૪૫.૩૫ કરોડ થઈ હતી.

લેબર ફોર્સ ઉપરાંત આ રિપોર્ટમાં બેરોજગારી અને તેના સંબંધિત આંકડાઓ પર પ્રકાશિત કરવામાં આવ્યા હતા. જે મુજબ દેશમાં બેરોજગાર લોકોની સંખ્યા પણ ઘટી છે. ફેબ્રુઆરીમાં ૩.૮૬ કરોડ હતી, જે ઘટી માર્ચમાં ૩.૫ કરોડ થઈ છે. બેરોજગારીમાં ૩૬ લાખના ઘટાડા પાછળનું કારણ રોજગારી મળી હોવાનું નહીં, પણ તેઓએ કામની શોધ બંધ કરી દીધી હોવાનું છે.

રિપોર્ટ અનુસાર, માર્કેટમાં રોજગારીની તકો ઘટી છે. રોજગારી જ ન મળતાં અંતે લોકોએ સક્રિયપણે રોજગાર શોધવાનું જ બંધ કરી દીધું છે. જેથી તેઓ હવે બેરોજગારીની યાદીમાં સામેલ નથી. જો કોઈ દેશમાં બેરોજગારીનો દર ઘટે છે, તો તેની અર્થવ્યવસ્થામાં સુધારો થઈ રહ્યો હોવાના સંકેત મળે છે. પરંતુ ભારતમાં બેરોજગારી દર ઘટવા પાછળનું કારણ લોકોને રોજગારી મળી હોવાનું નહીં, પણ રોજગારીની શોધ જ બંધ કરી દેવાનું છે.

ઓફિસ કર્મચારીઓની ભરતી ૨૦૨૪ની તુલનામાં ૧.૪ ટકા ઘટી છે. ત્યારબાદ રિટેલ સેક્ટર, ઓઈલ-ગેસ અને શિક્ષણ જેવા સેક્ટર્સમાં પણ ભરતીનું પ્રમાણ ઘટ્યું છે. ૨૦૨૪ની તુલનાએ રિટેલ સેક્ટરમાં ૧૩ ટકા, ઓઈલ-ગેસમાં ૧૦ ટકા, અને શિક્ષણ ક્ષેત્રમાં ૧૪ ટકા અને આઈટી સેક્ટરની ભરતીમાં ૩ ટકા ઘટાડો જોવા મળ્યો છે.

સરકારે ૨૦૨૪-૨૫માં ઈ-માર્કેટ પ્લેસ મારફત ૧૦ લાખથી વધુ ભરતીની સુવિધા આપી હતી. આ પ્લેટફોર્મ પર ૩૩ હજારથી વધુ સર્વિસ પ્રોવાઈડર્સને લોકોને લઘુત્તમ મજૂરી અને નિશ્ચિત પેમેન્ટ જેવા અનેક માપદંડોના આધારે નિમણૂક કરે છે. તેમ છતાં સરકાર બેરોજગારીની લડાઈમાં નિષ્ફળ રહી છે.

સામાન્ય રીતે બેરોજગારોની સંખ્યામાં દર મહિને લગભગ ૧૦ લાખ (૧૦ લાખ)નો વધારો થાય છે. માર્ચ ૨૦૨૧ થી માર્ચ ૨૦૨૫ ની વચ્ચે દર મહિને સરેરાશ ૯.૯ લાખ લોકો બેરોજગારોની યાદીમાં ઉમેરાયા હતા. પરંતુ હવે જે આંકડા આવ્યા છે તે મુજબ બેરોજગારોની સંખ્યામાં ઘટાડો થયો છે. ઝ્રસ્ૈંઈ અનુસાર, ૧૫ વર્ષથી ૫૯ વર્ષની વયના લોકો વર્કિંગ એજ ગ્રૂપમાં આવે છે.

તેનો અર્થ એ છે કે આ એવા લોકો છે જેઓ દેશના શ્રમબળમાં યોગદાન આપી શકે છે, જો તેમની પાસે રોજગારીની તકો હોય. ગયા વર્ષની સરખામણીમાં કામકાજની ઉંમરના લોકો માટે રોજગારમાં પણ ઘટાડો થયો છે. જો આપણે તેના આંકડાઓ પર નજર કરીએ તો, ડિસેમ્બર ૨૦૨૪માં, દેશમાં કામ કરતા વયના ૩૮ ટકાથી વધુ લોકો પાસે રોજગાર હતો. માર્ચ ૨૦૨૫માં આ સંખ્યા ઘટીને ૩૭.૭ ટકા થઈ ગઈ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.