મકરબા ગાર્ડનમાં એક વર્ષ પહેલાં જ બનેલો સિન્થેટીક વોકવે ટ્રેક ધોવાયો

(એજન્સી)અમદાવાદ, અમદાવાદમાં વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઈ જવાની ઘટના બની રહી છે. ત્યારે રસ્તાઓ પર ખાડા પડવાની ઘટના બાદ હવે ગાર્ડનમાં ટ્રેક ધોવાયા છે. જેના કારણે ત્યાં પણ ભ્રષ્ટાચારની ગંધ સામે આવી રહી છે. અમદાવાદ શહેરમાં પોશ વિસ્તારમાં આવેલા ગાર્ડનની પણ આજ સ્થિત જાેવા મળી છે.
ગાર્ડનનો વોકવે ટ્રેકમાં જ પોપડાં ખરી પડયાં છે. અમદાવાદના મકરબા ગાર્ડન, હજુ તો તૈયાર થયુું તેને માત્ર વર્ષ થયું છે. પરંતુ એક વર્ષમાં જ ગાર્ડનનો સીન્થેટીક વોકવે જ ધોવાણ થઈ ગયો છે.વોક વે પર બનેલા સિન્થેટીીક થઈ ગયો છે. વોકવે પર બનેલા સીન્થેટીક ટ્રેક એટલી હદે હલકી ગુણવત્તાનો બન્યો છે. કે,
માત્ર જ પોપડાં જ બહાર નીકળી ગયા છે. રૂપિયા સાડા પાંચ કરોડના ખર્ચે ગાર્ડન બન્યું હતું. ગાર્ડનના ટ્રેકની સાઈટ તો આખો ટ્રેક માત્ર જાણ કહેવા ખાતર પાથરી દીધો હોય તેમ લાગે છે. જયાં હાથ નાખો ત્યાં આખો ટ્રેકના પોપડાં હાથમાં આવી જાય છે.
રોડ રસ્તા પર ગાબડાં પડે તે બાદ હવે વોકે વે ટ્રેકમાં પણ પોપડાં ઉખડવા લાગ્યા છે. સિન્થેટીીક વોક વે ટ્રેક પર હલકી ગુણવત્તા મટીરીયલ વપરાયું હોવાનો આરોપ છે. હજુ તો એક વર્ષ થયયું અને ગાર્ડનમાં પોપડાં ઉખેડવા લાગ્યા છે. એએમસી દ્વારા રજુઆત કરી છે કે, ટ્રેક કરી બનાવવામાં આવે અને જવાબદાર કોન્ટ્રાકટર સામે પગલાં લેવામાં આવે તેવી માંગણી કરીએ છીએ.