નડિયાદમાં ઈપ્કોવાળા હોલમાં મહિલા આટ્ર્સ કાલેજની વિધાર્થીઓનો ટેલેન્ટ શા યોજાયો
(પ્રતિનિધિ) નડિયાદ, ખેડા જિલ્લાના ૨૦૦ ગામડાઓની કાલેજ સ્ટુડન્ટ્સની કળા-કૌશલ્યનો એક અનોખો વિદ્યાર્થી ઉત્સવ નડિયાદમાં યોજાઇ ગયો. ગુજરાતભરની કાલેજિયન ગર્લ્સના ટેલેન્ટ શા માં સર્વપ્રથમ વખત થયેલાં આ વિચક્ષણ પ્રદર્શનમાં દબાયેલા વર્ગની સંઘર્ષ કરતી વિદ્યાર્થીની બહેનોએ પોતાનું કૌશલ્ય રજૂ કર્યું હતું, જેમાં સંગીત, નૃત્ય કે ચિત્ર ઉપરાંત ફૂડ મેકીંગ, યોગ ભરત-સિવણ પતંગ મેકીંગ, પશુપાલન અને ખેતમજૂરી જેવી આશ્ચર્યજનક રજૂઆતો કરી હતી.
દોઢ હજાર પ્રેક્ષકોથી ખીચોખીચ ભરાયેલ હોલના સ્ટેજ ઉપર ગામડાના સામાન્ય વર્ગમાંથી આવેલી વિધાર્થીની બહેનોની કળા જોઈને ઉપસ્થિત સહુની આંખ ભીની થઇ ગઇ હતી.
નડિયાદના મીલ રોડ પર આવેલ ખેડા જિલ્લાની એક માત્ર યુટીએસ સૂરજબા મહિલા આટ્ર્સ કાલેજની વિદ્યાર્થીનીઓનો એક અનોખો ટેલેન્ટ શા શહેરના ઇપ્કોવાળા હોલ ખાતે યોજાઇ ગયો. આસપાસના ૨૦૦ ગામડાઓમાંથી આ કાલેજમાં ભણવા આવતી છોકરીઓ સામાન્ય અને સંઘર્ષરત પરિવારની હોય છે. તેમાં ય મોટા ભાગની દલિત, મુસ્લિમ, પછાત વર્ગની છોકરીઓ હોય છે.
આ એકેએક વિધાર્થીનીઓના સંઘર્ષની આગવી કહાણી છે. સામાન્ય જીવનમાં કલ્પી પણ ન હોય તેવી કેટકેટલી વિપરીત પરિસ્થિતિઓ સામે વડીને આ વિધાર્થીનીઓ ભણવા આવે છે તેમાં ય પોતાની કળા-કૌશલ્યનો ઉપયોગ કરી ઘરનો આધાર બને છે. આવી દિકરીઓએ આ શામાં સ્ટેજ પર પોતાની આવડત બતાવી હતી.
‘સો દા’ડા સાસુના એક દા’ડો વહુનો જેવા વિચક્ષણ ટાઇટલ હેઠળ આ વિદ્યાર્થી ઉત્સવ ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં કોલેજની દિકરીઓએ રાંધણકળા, અભિનય, ગીત, રંગોળી, મેકઅપ, કેશગુંફન, મહેંદી, સીવણ જેવી સ્ત્રીઓ સાથે પરંપરાથી સંકળાયેલી આવડતો. ઉપરાંત સેલ્ફ ડિફેન્સ યોગ ગરબા સુશોભન, પતંગ મેકીંગ, પશુપાલન, ખેતમજૂરી, વેસ્ટમાંથી બેસ્ટ જેવી બીજી ઘણી અનોખી અને અભૂતપૂર્વ કળા પ્રદર્શિત કરી હતી. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને વર્તમાન વિધાર્થીનીઓના ટેલેન્ટ બતાવવાની સાથેસાથે ભવિષ્યની વિધાર્થીનીઓની ટેલેન્ટ પણ ઉજાગર કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં કોલેજની ભૂતપૂર્વ વિધાર્થીની અને પ્રજ્ઞાચક્ષુ આસ્થાના મેમણે પોતાના સુરીલા કંઠથી રજૂ કરેલ ગરબા અને ફિલ્મી ગીત સાંભળીને પ્રેક્ષકોની આંખો ભીની બની હતી. તો પાંચ પાંચ મિનિટ માટે રજૂ થયેલા દરેક ટેલેન્ટ જોઇને પણ હોલમાં ઉપસ્થિત સૌ ગળગળા બન્યા હતા. અંગ્રેજીમાં જેને ટીઅરજકર કહે છે, તેવી લોકોને રડાવી દે તેવી કોઇ રજૂઆત ન હોવા છતાં છોકરીઓની સંઘર્ષ અને સફળતાની કથાઓ અને તેનું જે રીતે મંચ પરથી ગૌરવ કરવામાં આવ્યું તે જોઇને કેટલાયની આંખો સજળ બની હતી.
સો દા’ડા સાસુના એક દા’ડો વહુ’નો કાર્યક્રમમાં સમાજ, સાહિત્ય અને શિક્ષણ સાથે સંકળાયેલા ઘણાં મોટા મહાનુભાવો માત્ર પ્રેક્ષક બનીને આવ્યા હતા. જેમાં સણોસરાની યુનિવર્સિટીના પૂર્વ કુશ્પતિ અને જાણિતા શિક્ષણશાસ્ત્રી ભદ્રાયુ વચ્છરાજાની, ગુજરાતના જાણિતા જીવનચરિત્ર લેખક બિરેન કોઠારી, નડિયાદ ડિસ્ટ્રીકટ કોર્ટના સેક્રેટરી જજ જોશી સાહેબ, ડીજીપી ધવલ બારોટ,
પૂર્વ સાંસદ કેડી જેસ્વાણી, અને નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ ઉપરાંત શહેરના અગણિત અને અગ્રણી ડોક્ટર્સ વકીલ, વેપારીવર્ગ, શાળા કોલેજના આચાર્યોથી માંડીને વિધાર્થીની બહેનોના વાલીઓનો મોટો સમૂહ હોલમાં માત્ર પ્રેક્ષક બનીને ગોઠવાઇ ગયા હતા. હોલની કેપેસીટી કરતા દોઢા પેક્ષકો આવતા લોકોને ખુરશી પાસેના પગથિયા પર બેસવાની ફરજ પડી હતી. નડિયાદ શહેરના પ્રથમ નાગરિક એવા નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ પણ બહેનોની સહજ ટેલેન્ટ જોઇને ભાવવિભોર બની ગયા હતા.