Western Times News

Gujarati News

ખેડા કલેકટરની અધ્યક્ષતામાં કપડવંજ ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો

A taluka swagat program was held at Kapadvanj under the chairmanship of Kheda Collector

(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) અરજદારો દ્વારા આવેલ પ્રશ્નોનો હકરાત્મક ઉકેલ વૃદ્ધ સહાય અને વિધવા સહાયના પ્રમાણપત્રોનું વિતરણ કાર્ય ખેડા જિલ્લાના કપડવંજ ખાતે મામલતદાર કચેરીમાં જિલ્લા કલેકટર કે.એલ બચાણીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. A taluka swagat program was held at Kapadvanj under the chairmanship of Kheda Collector

આ કાર્યક્રમમાં હાજર રહેલ ૧૫ થી વધારે અરજદારોના પ્રશ્નોના જિલ્લા કલેકટર કે એલ.બચાણીએ નિકાલ કરી તેઓને જવાબ / સહાય હુકમો રૂબરૂ પાઠવ્યા હતા . અરજદારો દ્વારા વિધવા સહાય , રેશન કાર્ડ , રાષ્ટ્રીય કુટુંબ સહાયના લાભો અંગેની રજૂઆતો કરવામાં આવી હતી .

જેનો સ્થળ પર જ નિકાલ લાવવામાં આવ્યો હતો . ગેરહાજર રહેલ અરજદારોના પ્રશ્ન નિકાલ બાબતે હાજર રહેલ સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી તેમજ સ્થાનિક અન્ય પ્રશ્નો બાબતે જરૂરી માર્ગદર્શન / સૂચનાઓ આપવામાં આવ્યા હતાં . અરજદારોના પ્રશ્નોના હકારાત્મક નિકાલ આપતા અરજદારોએ જિલ્લા કલેકટર કે.એલ.બચાણી અને સરકારશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો . આ કાર્યક્રમમાં અરજદારો ઉપરાંત પ્રાંત અધિકારી ડી . વી . મકવાણા , મામલતદાર જે . એન . પટેલ સહિત પોલિસ વિભાગના અધિકારીઓ , સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.