અષ્ટમુડી તળાવના કિનારે આવેલો ક્લબ મહિન્દ્રાનો કેરળમાં આવેલો રિસોર્ટ શાંતિ અને વૈભવનું સંયોજન
વૈભવી અષ્ટમુડી તળાવના કિનારે આવેલો ક્લબ મહિન્દ્રાનો કેરળમાં આવેલો અષ્ટમુડી રિસોર્ટ એ માત્ર એક ડેસ્ટિનેશન નથી, તે શાંતિ અને વૈભવનું સંયોજન છે. આ નયનરમ્ય સ્થળે તમે જેવો પગ મૂકો કે તરત જ કુદરતની અદ્વિતીય સુંદરતા સમાવતા એક નાનકડા શહેરનું આકર્ષણ તમારું સ્વાગત કરે છે જે તેને ભારતના સૌથી આકર્ષક રજાના સ્થળો પૈકીનું એક બનાવે છે. A Tapestry of Experiences Awaits at Club Mahindra’s Ashtamudi Resort, Kerala.
કેરળના વણખેડાયેલા સ્વર્ગસમુ અષ્ટમુડી તળાવ અનેક આકર્ષણો ધરાવે છે. ફિન્ઝ – ધ ફ્લોટિંગ રેસ્ટોરાં ખાતે ભોજનનો અપ્રતિમ અનુભવ નિશ્ચિંતપણે એક સુખદ અનુભૂતિ છે. લાકડાથી બનાવેલી છત, શેરડીના સાંઠાથી બનાવેલી ખુરશીઓ અને સૂર્યાસ્તની અનેરી ચમક એક અદ્વિતીય ભોજન અનુભવનો માહોલ બનાવે છે.
રસદાર ઝીંગાથી માંડીને ફૂલેલા અપ્પમ કે બાફેલા ચોખાના પત્તુ સાથે પીરસાતી અસલ કરિમીન ફિશ કરી સુધીના વિવિધ સ્વાદિષ્ટ સીફૂડનો આનંદ માણતા તળાવના મનમોહક દ્રશ્યો નિહાળો. ફિન્ઝ ખાતે ભોજનનો અનુભવ એ જમવા કરતાં કંઈક સવિશેષ છે અને બધી જ ઉંમરના લોકો માટે એક પેટપૂજા માટેનો પ્રવાસ છે.
અષ્ટમુડી તળાવના મંત્રમુગ્ધ કરનારા કિનારાથી આગળ અનોખા અનુભવોનો ખજાનો તમારી રાહ જોઈ રહ્યો છે. કથકલીના જીવંત કળા સ્વરૂપને માણો, અષ્ટમુડી તળાવ અને કલ્લાડા નદીના કિનારે આવેલા સ્વર્ગસમા મનરો ટાપુ પર ક્રૂઝ રાઇડ કરો, પરંપરાગત તથા ઇકો-ફ્રેન્ડલી કોઅર બનતા નિહાળો અથવા રોમાંચક પક્ષીદર્શનનો અનુભવ કરીને તમારી અંદરના વાઇલ્ડલાઇફ ઉત્સાહીને જગાવો.
ક્લબ મહિન્દ્રા અષ્ટમુડી વૈભવનું એક ઉત્કૃષ્ટ સ્વર્ગ છે જે અષ્ટમુડીના શાંત પાણીની કુદરતી સુંદરતા સાથે એકીકૃત રીતે સમૃદ્ધિને ભેળવે છે. વિશાળ રૂમ્સ અને તરતા કોટેજીસ અનેરો આરામ આપે છે જ્યારે પરંપરાગત સ્પા મહેમાનોને કાયાકલ્પનો આનંદ માણવા માટે પ્રેરણા પૂરી પાડે છે. શાંતિનું આ રમણીય સ્થળ ન કેવળ તેના આકર્ષક વાતાવરણથી મંત્રમુગ્ધ કરે છે પરંતુ તેને આત્મસાત કરવાનું પણ વચન આપે છે જ્યાં દરેક ક્ષણ વૈભવ અને શાંતિથી ભરેલી છે. ક્લબ મહિન્દ્રા અષ્ટમુડી આરામ કરવાની કળાનું એક પ્રમાણ છે જે પ્રવાસીઓને અષ્ટમુડીના મનમોહક સ્થળોની વચ્ચે આનંદમાં ડૂબી જવા માટે આમંત્રિત કરે છે.
આજે જ તમારો સ્ટે બુક કરાવો અને એ દુનિયામાં ડૂબી જાઓ જ્યાં વૈભવ પ્રકૃતિને મળે છે, જે એક સામાન્ય કરતાં સવિશેષ અનુભવ બનાવે છે. ક્લબ મહિન્દ્રા અષ્ટમુડી ખાતે રજાઓ ગાળવી એ કેરળની અપ્રતિમ સુંદરતાની હથેળીમાં અસાધારણતા તથા શાંતિના કેન્દ્રમાં એક પ્રવાસ છે.