ઝઘડિયા તાલુકાની શિક્ષિકાને ટીચર આઈકોન એવોર્ડ થી સન્માનિત કરાયા

(પ્રતિનિધિ) ભરૂચ, ખાખરીપૂરા પ્રાથમિક શાળાના શિક્ષિકાને ઉત્તરાખંડમાં ઈનોવેશન શીખવવા અને ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ ટીચર આઈકોન એવોર્ડથી સન્માનિત કરાયા હતા. ભરૂચ જીલ્લાના ઝઘડિયા ના ખાખરીપૂરા પ્રથમિક શાળા માં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા નસીમબેન ખોખરને આ સન્માન ઉત્તરાખંડના પ્રતિષ્ઠિત ડૉ.યાદવેન્દ્ર નાથ મેમોરિયલ ટ્રસ્ટના રાષ્ટ્રવ્યાપી પ્રોજેક્ટ -ઉદઘોષ શિક્ષિકા નયા સવેરાના નેજા હેઠળ આપવામાં આવ્યું હતું.
બીજાે અખિલ ભારતીય શૈક્ષણિક ચર્ચા અને શિક્ષક સન્માન સમારોહ મ્યુનિસિપલ કોર્પોરેશન રૂરકી, ઉત્તરાખંડ ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.દેશભર માંથી લગભગ ૧૨૫ શિક્ષકોને ટીચર્સ આઈકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે ઈનોવેટીવ શિક્ષક નસીમ ખોખર તેમના વિવિધ ઈનોવેશન્સ અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ બદલ ટીચર્સ આઈકોન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.