૧૦૮ની ટીમ દ્વારા શૌચાલયમાં ડિલિવરી કરાવવામાં આવી
સુરત, શહેરમાં પ્રસુતાની શૌચાલયમાં ડિલિવરી કરાવવામાં આવી છે. મહિલા શૌચાલયમાં ગઇ હતી ત્યારે તેને પ્રસુતાની પીડા ઉપડતાં ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. જેના પગલે ૧૦૮ની ટીમ દોડી આવી હતી. મહિલાની સ્થિતિ ગંભીર જણાઇ આવતાં ટીમે સફળ ડિલિવરી કરાવી હતી. મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. સાથે જ મહિલા અને બાળકને સ્વસ્થ હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરત સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસે આ ઘટના બની હતી, જ્યાં આઠ માસની ગર્ભવતી મહિલા શૌચાલય માટે ગઈ હતી. આ દરમિયાન પ્રસૂતાની પીડા ઉપડતા ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. મહિલાની સ્થિતિ ગંભીર હોવાથી ૧૦૮ને જાણ કરવામાં આવી હતી.
ટીમ દ્વારા પ્રેગ્નન્સી કીટ થકી ડિલિવરી કરાવવામાં આવી હતી. ૧૦૮ની ટીમ દ્વારા શૌચાલયમાં ડિલિવરી કરાવવામાં આવી હતી. સફળ ડિલિવરી કરાવતા મહિલાએ બાળકને જન્મ આપ્યો હતો. રશ્મિકા ડામોર નામની મહિલાની સફળ ડિલિવરી કરાવવામાં આવી હતી, જ્યારે મહિલા અને બાળક બંને સ્વસ્થ છે.
બીજી બાજુ, આણંદથી શરમસાર કરતાં સમાચાર સામે આવ્યા છે. અહીં ત્યજી દેવાયેલું મૃત નવજાત બાળક મળી આવતાં ચકચાર મચી છે. ભાલેજ ઓવરબ્રિજ નીચેથી મૃત બાળક મળી આવ્યું છે. રેલવે ટ્રેકથી ૧૦ ફૂટ દૂર નવજાત મૃત બાળક મળ્યું હતું. આણંદ રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. નવજાત બાળકને કોણ ત્યજી ગયું, તે મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.SS1MS