તબીબોની ટીમે દર્દીના પિત્તાશયમાંથી ૬૩૦ પથરીઓ બહાર કાઢી
અમદાવાદ, કેડિલા હૉસ્પિટલ્સની સખાવતી શાખા કાકા-બા હૉસ્પિટલે એક નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. હોસ્પિટલની તબીબી ટીમે સિકલ સેલ રોગથી પીડિત દર્દીમાંથી ૬૩૦ પિત્તાશયની પથરી સફળતાપૂર્વક દૂર કરી, જેનાથી દર્દીનું સ્વાસ્થ્ય પુનઃસ્થાપિત થયું અને સ્વાસ્થ્ય માં નોંધપાત્ર સુધારો જાેવા માંડ્યો છે.
આ દર્દી અવરોધક કમળો અનુભવ કરી રહ્યો હતો, જે સ્થિતિ અસંખ્ય પિત્તાશયની હાજરીને કારણે અવરોધિત પિત્ત પ્રવાહને કારણે થતી હોય છે. કાકા-બા હૉસ્પિટલ ખાતેની અનુભવી અને નિપુણતા તથા અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એન્ડોસ્કોપિક રેટ્રોગ્રેડ કોલેંગીઓપેનક્રિએટોગ્રાફી (ઈઆરસીપી) નો ઉપયોગ કરીને સ્ટેન્ટ મુકી હતી.
તે પછી ગોલ બ્લેડર દૂર કરવા માટે લેપ્રોસ્કોપિક કોલિસ્ટેકટોમીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ શસ્ત્રક્રીયાના કારણે ગોલસ્ટોન્સ દૂર થયા હતા અને બાઈલ ફલો સામાન્ય કરી શકાયો હતો.
કેડિલા હૉસ્પિટલ્સની સખાવતી શાખા કાકા-બા અને કલાબુધ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉ. ભરત ચાંપાનેરીયા જણાવે છે કે કાકા-બા હૉસ્પિટલની ટીમે સમર્પણની સાથે સાથે નિપુણતા અને કરૂણા દાખવીને આ પ્રકારની જટીલ શસ્ત્રક્રીયાને કરવામાં સફળતા હાંસલ કરી હતી.
આ સિદ્ધિ આરોગ્યસંભાળનું ઉચ્ચતમ ધોરણ પ્રદાન કરવા અને જરૂરિયાતમંદ લોકોના જીવનને સુધારવા માટેની અમારી અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. દર્દીના મોટા ભાગના ટેસ્ટ સુરતમાં કરવામાં આવ્યા હતા, જેનો ખર્ચ પણ કાકા-બા હૉસ્પિટલે ભોગવ્યો હતો. ઓપરેશન અને પોસ્ટ-ઓપરેટિવ સંભાળ આયુષ્યમાન ભારત સ્કીમ હેઠળ લેવામાં આવી હતી, જેથી દર્દીને કોઈ પણ પ્રકારન બોજ વગર જરૂરી કાળજી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.