પંચમહાલ ખાણખનીજ વિભાગની ટીમે ઓવરલોડ ગ્રેનાઈટ ભરેલી ટ્રકને ઝડપી પાડી
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પંચમહાલ ખાણખનીજ વિભાગની ટીમે ગોધરા લુણાવાડા હાઇવે રોડ પરથી ઓવલલોડ ગ્રેનાઈટ ભરેલી ટ્રકને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પંચમહાલ ખાણખનીજ વિભાગની ટીમ ખનીજ ચોરી અટકાવવા સંદર્ભે પેટ્રોલીંગમાં હતી
તે દરમ્યાન ગોધરા લુણાવાડા હાઇવે રોડ પરથી ઓવલલોડ ગ્રેનાઈટ ભરેલી ટ્રક પસાર થતી હતી જે વેળાએ ખાણખનીજ વિભાગની ટીમે ટ્રકને રોકી તપાસ કરતા ઓવલલોડ ૭.૮૨ ટન ગ્રેનાઈટ ભરેલી હોવાથી ખનીજ વિભાગની ટીમે ટ્રકને ડીટેઈન કરી હતી અને ગોધરા કલેકટર કચેરી ખાતે લાવવામાં આવી હતી ખનીજ વિભાગે દંડ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.