Western Times News

Gujarati News

રાજસ્થાનમાં એક સાથે ૩ ટ્રકનો ભીષણ અકસ્માત

કેટલાય ઢોર સહિત પાંચ લોકોના મોત

એક ટ્રકમાં ઢોર લાદીને જઈ રહ્યા હતા: ફુલ સ્પિડ ટ્રક રોડ સાઈડમાં ઊભેલા ૨ ટ્રકની સાથે ટકરાઈ ગયો હતો

દૂદૂ(રાજસ્થાન), રાજસ્થાનમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. અહીં દૂદૂ નજીક જયપુર-અજમેર નેશનલ હાઈવે પર એક બાદ એક ૩ ટ્રકના ભીષણ અકસ્માત બાદ આગ લાગી ગઈ છે. તેની ચપેટમાં આવવાથી ૫ લોકોના મોત થઈ ગઈ છે. કેટલાય ઢોર મરી ગયા છે. ત્રણેય ટ્રકની ટક્કરથી નેશનલ હાઈવે પર ચિત્કાર ચિસો સાંભળવા મળી હતી. A terrible accident involving 3 trucks in Rajasthan

આગ એટલી ભયાનક હતી કે લોકોને બચાવવાનો પણ સમય ન મળ્યો. જ્યાં સુધી કોઈ કંઈ સમજી શકે ત્યાં સુધીમાં ૫ લોકોના મોત થઈ ગયાં. આ દુર્ઘટનામાં કેટલાય ઢોરના જીવ જતાં રહ્યા હતા. દુર્ઘટનાની સૂચના મળતા જ ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ.જયપુરના એએસપી દિનેશ શર્માએ ભીષણ દુર્ઘટનાની પુષ્ટિ છે. તેમણે જણાવ્યું કે, એક ટ્રકમાં ઢોર લાદીને જઈ રહ્યા હતા.

ફુલ સ્પિડ ટ્રકે રોડ સાઈડમાં ઊભેલા ૨ ટ્રક સાથે ટકરાયો હતો. ત્યાર બાદ જાેત જાેતામાં આગ લાગી ગઈ. કોઈ કંઈ સમજી શકે તે પહેલા ૫ લોકોના મોત થઈ ગયા હતા. દુર્ઘટનામાં ટ્રક પર લોડ કેટલાય ઢોર મરી ગયા છે. દુર્ઘટના બાદ ચિસો સંભળાઈ રહી હતી. જાેત જાેતામાં દુર્ઘટનામાં ટ્રક સળગીને ખાખ થઈ ગયો. ટ્રકને જાેઈને દુર્ઘટનાની ભીષણતા સમજી શકાય છે. ઘટનાસ્થળ પર પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમે આગ પર જેમ તેમ કરીને કાબૂ મેળવ્યો હતો.

જાણકારી અનુસાર, નેશનલ હાઈવેની સાઈડમાં ઊભેલા ૨ ટ્રકમાં ટક્કર મારનારા ટ્રક હરિયાણાથી પુણે જઈ રહ્યા હતા. આ ટ્રકમાં ઢોર લઈને જતાં હતા. અધિકારીઓએ જણાવ્યું કે, નેશનલ હાઈવેની સાઈડમાં એક ટ્રકે સૂતરના બંડલ અને બીજામાં પ્લાસ્ટિકની થેલીઓ ભરેલી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, ટ્રકનો ડીઝલ ટેન્ક ક્ષતિગ્રસ્ત થઈ ગયો. આ કારણે આગ લાગી ગઈ.પહેલાથી ટ્રકમાં લોડ કરેલા દોરા અને પ્લાસ્ટિકની થેલીઓમાં આગ લાગી ગઈ છે. જાેતજાેતામાં આગની લપેટ એટલી તેજ થઈ ગઈ અને ટ્રક એકદમ ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.ss1

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.