કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરતા આતંકીને સેના દ્વારા ઠાર કરાયો
જમ્મુ, સુરક્ષા દળોએ ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લા હેઠળ એલઓસી સાથે સૈદપોરા વિસ્તારમાં સેનાના જવાનો દ્વારા ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર આતંકીને એન્કાઉન્ટર દરમિયાન ઠાર કરવામાં આવ્યો છે. બુધવારે રાત્રે કુપવાડાના સૈદપોરા ફોરવર્ડ વિસ્તારમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળોના જૂથ વચ્ચે અથડામણ શરૂ થઈ, તરત જ આર્મી અને પોલીસની સંયુક્ત ટીમોએ ઘૂસણખોરોના એક જૂથને અટકાવ્યું. આ અથડામણમાં જવાનોને સફળતા મળી અને આતંકવાદી માર્યો ગયો.
એક ટિ્વટમાં કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે, ગત રાત્રે, કુપવાડા પોલીસને મળેલા ચોક્કસ ઇનપુટના આધારે, સેના અને પોલીસની સંયુક્ત ટીમે સૈદપોરા ફોરવર્ડ વિસ્તારમાં ઘૂસણખોરોના એક જૂથને અટકાવ્યું હતું. સંયુક્ત ટીમે એક ઘૂસણખોરને ઠાર કર્યો હતો જ્યારે અન્યોની .શોધ હજુ ચાલુ છે. કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું હતું કે કુપવાડા પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે સુરક્ષા કર્મચારીઓએ ઓપરેશન શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે અને આતંકીઓને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા દળોએ આંતરિક વિસ્તારોમાં આતંકવાદ વિરોધી અભિયાનને વેગ આપ્યો છે, જેના પરિણામો પણ જાેવા મળી રહ્યા છે.SS2.PG