જર્મન યુવતિને નગ્ન કરીને માથું વાઢી નાખનાર આતંકવાદીને મોતને ઘાટ ઉતારાયો
ઈઝરાયેલે જર્મન યુવતી સાથે અત્યાચાર કરનાર હમાસના આતંકવાદીને મોતને ઘાટ ઉતાર્યો
સાત ઓક્ટોબરના યુદ્ધ પછી, શનિ લૌકનું હમાસના આતંકવાદીઓ દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ તેને ગાઝા લઈ ગયા અને તેના પર સામૂહિક બળાત્કાર કર્યો. આ પછી તેને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, તેને નગ્ન કરીને પરેડ કરાવવામાં આવી હતી અને પછી તેનું માથુ કાપીને તેની હત્યા કરવામાં આવી હતી.
ઇઝરાયેલની સેનાએ જર્મન ટેટૂ આર્ટિસ્ટ શાની લૌકને નગ્ન હાલતમાં પરેડ કરાવનાર હમાસના આતંકવાદીને ઠાર કર્યો છે. હમાસના આતંકવાદીઓએ તેની સાથે જે કર્યું તે સૌથી ભયાનક કરતા પણ વધુ ભયાનક હતું. સાત ઓક્ટોબરના યુદ્ધ પછી હમાસના આતંકવાદીઓએ તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ તેઓ તેને ગાઝા લઈ ગયા અને તેના પર સામૂહિક બળાત્કાર કર્યો.
આ પછી તેને ખરાબ રીતે માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, તેને નગ્ન કરી પરેડ કરાવવામાં આવી હતી અને પછી તેનું માથુ કાપીને તેની હત્યા કરવામાં આવી હતી. હવે ઇઝરાયેલી સેનાએ તે યુવતીના મોતનો બદલો લીધો છે આઇડીએફે હમાસના આતંકવાદીને મારી નાખ્યો છે. લેખક, ગાયક અને સમાચાર સહયોગી ઓલી લંડને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ દાવો કર્યો છે.
ઓલીએ લખ્યું કે,આઇડીએફે હમાસ આતંકવાદીને મારી નાખ્યો છે, જેણે ગાઝાની સડકો પર શનિ લૌકના મૃતદેહને ફેરવ્યો હતો. શનિની માતાએ આ વિશે રબ્બી શુમલી (પત્રકાર)ને જણાવ્યું હતું. તેની માતાએ કહ્યું કે તેને ઈઝરાયેલની સેનાએ આ અંગે જાણકારી આપી હતી. તમને જણાવી દઈએ કે ૨૨ વર્ષની શનિ લૌક ટેટૂ આર્ટિસ્ટ હતી. ૭ ઓક્ટોબરે હમાસના આતંકવાદીઓએ તેનું નોવા મ્યુઝિક ફેÂસ્ટવલ (ઈઝરાયેલ)માંથી અપહરણ કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનાથી વધુ સમય થઈ ગયો છે. આટલા દિવસોના યુદ્ધમાં ઈઝરાયેલની સેનાએ હમાસના ઘણા આતંકવાદીઓને મારી નાખ્યા છે. આ સિવાય આઇડીએફે તેના ૨૦થી વધુ ટોપના કમાન્ડરોને મારી નાખ્યા છે. લગભગ ૪૩ દિવસથી ચાલી રહેલી આ સ્થતિ હજુ સમાપ્ત નથી થઈ પરંતુ હવે વધુ ખતરનાક તબક્કે પહોંચી ગઈ છે.
હમાસના હુમલાના જવાબમાં ઈઝરાયેલે પણ ગાઝા પર ભારે બોમ્બમારો કર્યો હતો. ઈઝરાયેલના હુમલામાં ગાઝામાં ૧૨ હજારથી વધુ લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલની સેનાએ ગાઝાના અનેક શહેરોને ખંડેરમાં ફેરવી દીધા છે. ગાઝાની સૌથી મોટી હોસ્પટલને સતત નિશાન બનાવવામાં આવી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હોસ્પટલ હમાસનું હેડક્વાર્ટર છે.આઇડીએફે આ હોÂસ્પટલને પણ કબજે કરી લીધી છે