Western Times News

Gujarati News

બેંકમાં એક સાથે ત્રણ વિભાગનું કામ લેવામાં આવતું હોવાના કારણે મેનેજરે આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું

જુનાગઢ યુનિ. બેંક મેનેજરના આપઘાતના ૧૧ દિવસે ત્રણ પાનાંની સુસાઈડ નોટ મળી

જુનાગઢ, જુનાગઢની યુનીયન બેકમાં ફરજ બજાવતા મેનેજરે ગત બીજી ફેબ્રુઆરી બેકની સામે જ રેલીગમાં લટકી જઈ આત્મહત્યા કરી લીધી હતી. આત્મહત્યાના ૧૧ દિવસ બાદ બેક ઓફીસરે લખેલી સુસાઈડ નોટ સામે આવી છે. Union Bank manager junagadh suicide case

જેમાં પોતાની પાસે બેંકમાં એક સાથે ત્રણ વિભાગનું કામ લેવામાં આવતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. પોતાના મૃત્યુ બાદ પત્નીનું તાત્કાલીક પેન્શન ચાલુ કરવા અને તેને નોકરી આપવાની પણ સુસાઈડ નોટમાં અરજ કરી છે. પોલીસે સુસાઈડ નોટને એફએસએલમાં મોકલી વધુ તપાસ શરૂ કરી છે.

યુનિયન બેંકના મેનેજર સિયારામ પ્રસાદના સુસાઈડ બાદ પોલીસને જે સુસાઈડ નોટ હાથ લાગી છે. એમાં બેક ઓફીસર દ્વારા લખવામાં આવ્યું છે કે જયારે તેઓ ૩૧ મે ર૦રરના રોજ જુનાગઢના જોડાયા ત્યારે તેમના જોઈનીગ લેટરમાં એક જ સીઆએલડી ડિપાર્ટમેન્ટ આપવામાં આવ્યો હતો. પરંતુ બેકમાં તેમની પાસેથી ત્રણ ડીપાર્ટમેન્ટનું કામ લેવામાં આવતું હતું.

સી.આર.એલ.ટી.સી. એમ.સી.સી. તથા આર.સી.ઓ.સી વિભાગનાં કામ માટે તેમને દરરોજ ટોર્ચર કરવામાં આવતા હતા. ત્રણેય ડીપાર્ટમેન્ટમાં સ્ટાફની ઘટ હોવાનો ઉલ્લેખ કર્યો છે. અને જે સ્ટાફ તેમાંના મોટા ભાગના યુનિયનબાજી કરતા હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. પોતાના ઘર દરરોજ ત્રાસ ગુજારવામાં આવતો હોવાનો આક્ષેપ કર્યો છે. પોતાના મૃત્યુ બાદ પત્નીનું તાત્કાલીક પેન્શન ચાલુ કરી નોકરી આપવાની અરજ પપણ કરી છે. સાથે બેકના એમ.ડી. સીઈઓ મેડમને પ્રાર્થના કરતાં લખ્યું છ.ે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.