હવે એક મહિનો દરરોજ રાત્રે આકાશમાં ખરતા તારા નિહાળવાનો રોમાંચક નજારો

નૈનીતાલ, આવતા એક મહીના સુધી આકાશમાં રાત્રે દરરોજ ખરતા તારાઓનો વરસાદ ચમકીલી ઉલકા વર્ષાનો નજારો જાેવવા મળશે. અંતરીક્ષમાં બેહદ રોમાંચક જેમનીડ ઉલ્કાપાત થઈ રહી છે જે ર૪ ડીસેમ્બર સુધી ચાલશે.
આ ખગોળીયા ઘટના તા.૧૩ અને ૧૪ ડીસેમ્બરની રાત્રે ચરમસીમાએ હશે ત્યારે દર કલાકે ૧૦૦થી વધુ ઉલકા પડતી જાેવા મળશે. સામાન્ય રીતે એક કલાકમાં ર૦થી૩૦ ઉલકા જ પડતી જાેવા મળે છે.
નૈનીતાલ સ્થિત આર્યભટ્ટ પ્રેક્ષણ વિજ્ઞાન શોધ સંસ્થાન એરીઝના પબ્લીક આઉટરીય કાર્યક્રમ પ્રભારી ડો.ધીરેન્દ્ર યાદવ અનુસાર આ ઘટનાઓત્યારે સર્જાય છે. જયારે કોઈ ધુમકેતુનો કાટમાળ એટલે કે ઉલ્કા પૃથ્વીના માર્ગમાં આવી જાય છે. આ કાટમાળ પૃથ્વીના વાતાવરણમાં આવતા જ સળગવા લાગે છે.
જેથી તેજ ચમક પેદા થાય છે.જેથી તે ખુબ જ રોમાંચક લાગે છે. આ ખગોળીયા ઘટના પૃથ્વીથી ૭થી૧ર૦ કિલોમીટરની ઉંચાઈ પર બને છે. ખરતા તારાની આ ઘટના માત્ર કેટલીક સેકન્ડ જ નજરે પડે છે.
આ જેમીનીડ ઉલ્કાપાતનું નામ મીથુન જેમીની રાશી તારામંડળના નામ પરથી રાખવામાં આવ્યું છે. ખરેખર તો આ ઉલ્કા વર્ષા જેમીનીડ તારામંડળ તરફથી થાય છે.
આથી આ ઘટનાને જેમીનીડ ઉલ્કાપાત નામ અપાયું છે. નરી આંખે જાેઈ શકાશે જેમીનીડ ઉલ્કાપાત કોઈ વર્ષનો સૌથી રોમાંચક ઉલ્કાપાતનો સમય હોય છે. આ સમયે આસમાં દર એક સેકન્ડે એક ઉલ્કા નજરે પડે છે. નવેમ્બર-ડીસેમ્બર આકાશ સાફ હોય છે, જેથી ઉલ્કાપાત નરી આંખે સ્પષ્ટ જાેઈ શકાય છે.