મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પર શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી
અયોધ્યામાં ભગવાન શ્રી રામ મંદિર – પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર પર સવારથી શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી. સવારે પંચકુંડી મહાયજ્ઞ આયોજન થયું. જેમાં ભગવાન શ્રી રામના વિશેષ મંત્રોચ્ચાર સાથે શ્રદ્ધાળુઓએ આહુતિઓ અર્પણ કરી.
આજ સાધકોએ ઉત્સાહભેર પોતાના ઘરેથી અલગ અલગ વાનગીઓ બનાવી ગાયત્રી ચેતના કેન્દ્ર પર અન્નકૂટ દર્શનનું આયોજન કર્યું. ઉપસ્થિત સૌના ભાવવિભોર સ્વરોથી રામધૂન, મંત્રોચ્ચાર, ભજન કિર્તનના સૂરોથી સમગ્ર ક્ષેત્ર ગુંજી ઉઠ્યું. અયોધ્યાના લાઈવ દર્શનનું પણ આયોજન કરાયું. (તસ્વીર કૌશિક પટેલ, મોડાસા )