LCB પી. આઈ. ના નામે હોટલોના માલિકોનો તોડ કરતો ઠગ ઝડપાયો
‘હું એલસીબી પીએસઆઈ જાડેજા બોલુ છું’ કહીને પેમેન્ટ મંગાવતો ઠગ કોલકત્તાથી ઝડપાયો-હોટલ-મની ટ્રાન્સફર કરતી ઓફીસના માલિકોને ફોન કરીને પેમેન્ટ મંગાવતો હતો
(એજન્સી)અમદાવાદ, ઈસનપુરમાં નોધાયેલા અપહરણ અને દુષ્કર્મ કેસનો આરોપી જામીન પર છૂટયા બાદ બેક વર્ષથી ફરાર હોવાથી કોર્ટે વોરંટ ઈશ્યુ કરતાં પોલીસે તેની શોધખોળ કરી હતી. આ દરમ્યાન ઈસનપુર પોલીસે આરોપીને કોલકતતાથી ઝડપી પાડીને પુછપરછ કરતા પોલીસે ચોકી ઉઠી હતી.
કેસમાં ઝડપાયા બાદ પોલીસના સંગતમાં આવેલા આરોપીઓ હોટલ મની ટ્રાન્સફરની ઓફીસના માલીકોને ફોન કરીને હું એલસીબીમાંથી પીએસઆઈ જાડેજા બોલું છું. મારા સંબંધીને અકસ્માત થયયો છે. તો ગુગલ પેથી પેમેન્ટ મોકલી દો હું તમને થોડીવારમાં રોકડા મોકલી દેવું છું. કહીને શખ્સ એક બકે નહીં પરંતુ રાજયમાં અલગ અલઅગ જગ્યાએ ૩૦ વખત આવી રીતે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યુું છે.
સુરેન્દ્રનગરમાં રહેતા પ્રકાશ દેસાણી વિરૂધ્ધમાં વર્ષ ર૦ર૦માં ઈસનપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ વીથ દુષ્કર્મની ફરીયાદ નોધાઈ હતી. બાદમાં પ્રકાશ જામીન પર બહાર આવતા છેલ્લા બે વર્ષથી ફરાર થઈ ગયો હતો. બીજી તરફ કોર્ટમાં મુદતમાં પ્રકાશ હાજર રહેતો ન હતો.
જેથી કોર્ટે ધરપકડનું વોરંટ ઈશ્યું કર્યું હતું. આ દરમ્યાન ઈસનપુર પોલીસને પ્રકાશ કોલકત્તા ખાતે છુપાયો હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં પહોચીને તેની ધરપકડ કરી હતી. છેલ્લા એક વર્ષ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં મની ટ્રાન્સફરની ઓફીસ હોટલ, ચાની કિટલીના માલીકોને ફોન કરીને હું એલસીબીમાંથી પીએસઆઈ જાડેજા બોલું છું.
મારા સંબંધીને અકસ્માત થયો છે. અને હું ગુગલ પે વાપરતો નથી એટલે તમે ગુગલ પેથી તેમણે પેમેન્ટ મોકલી દો થોડીવારમાં હું તમને રોકડ પેમેન્ટ મોકલાઉ છું તેમ કહીને ગુગલ પેથી પેમેન્ટ પડાવી લેતા હતા. આટલું જ નહી જવેલર્સ શોરૂમના માલીકોને ફોન કરીને હું પીએસઆઈ જાડેજા બોલુ છું
મે. એક આરોપીને પકડયો છે. તમારા શોરૂમમાં તેને ચોરી કરેલ દાગીના વેચ્યા છે. તેવું કહી રહયો છે. તમારે આ કેસમાંથી નામ કાઢવું હોય તો મને ગુગલ પેથી પેમેન્ટ મોકલી દો તેમ કહીને પૈસા પડાવી લેતો હતો.