Western Times News

Gujarati News

ખેડા જિલ્લા લોકસભા મતવિસ્તારમાં કુલ 19.91 લાખ મતદારો

ખેડા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને આજે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી

(સાજીદ સૈયદ દ્વારા) નડિયાદ, ભારતના ચૂંટણી આયોગ દ્વારા લોકસભાની ચૂંટણી અંગેની જાહેરાત તા.૧૬-૦૩-૨૦૨૪ના રોજ કરવામાં આવી છે. જે અન્વયે ખેડા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.

કલેક્ટર દ્વારા અપાયેલી માહિતી મુજબ ખેડા જિલ્લા લોકસભા મતવિસ્તાર અનુસાર કુલ ૧૦,૧૮,૪૯૭ પુરુષ મતદારો, ૯,૭૩,૩૭૦ મહિલા મતદારો તેમજ અન્ય ૧૦૧ અન્ય મતદાર મળીને કુલ ૧૯,૯૧,૯૬૮ નોંધાયેલા મતદારો છે. લોકસભા મતવિસ્તાર અનુસાર કુલ ૨,૦૩૨ મતદાન મથકોમાં મતદાન થશે.

જિલ્લામાં વિધાનસભા મતવિસ્તાર અનુસાર કુલ દિવ્યાંગ મતદારોની સંખ્યા ૨૧,૦૮૭ છે. ઉપરાંત કુલ ૬૩૫ સેવા મતદારો તથા કુલ ૭૦૪ મહાનુભાવ મતદારો છે. વધુમાં કુલ ૧૨,૨૮૯ મતદારો ૮૫ વર્ષથી વધુ વયના છે.

વધુમાં કલેક્ટરશ્રીએ કોઈપણ વ્યક્તિને તેના મતાધિકારનો ઉપયોગ કરવા પ્રલોભન આપવાના ઉદેશથી, ચૂંટણી પ્રક્રિયા દરમ્યાન રોકડ કે વસ્તુ સ્વરૂપે કોઈપણ વ્યકિત લાંચ લેવાનું કહે અથવા લાંચ વિશે કોઈપણ જાણકારી મળે અથવા મતદારોને ધાક-ધમકી અપાયાના કિસ્સાની જાણ થાય તો, તે અંગે ફરિયાદ મેળવવા માટે ઉભા કરવામાં આવેલા ખેડા જિલ્લાના ૨૪ટ૦૭ ફરિયાદ દેખરેખ – નિયંત્રણ એકમના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૧૩૩૮તથા ૧૯૫૦ પર જાણ કરવા વિનંતી કરી હતી.

આ ઉપરાંત ચૂંટણી સંબંધી કોઈ ઓનલાઈન ફરીયાદનો ઉપયોગ કરવા અંગે કલેક્ટરશ્રીએ માહિતી આપી હતી. આદર્શ આચારસંહિતા ઉલ્લંઘનની ફરીયાદ કરવા માટે અરજદાર પોતાના મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી ફરીયાદ કરી શકે છે. જેમાં અરજદાર ફરીયાદ અંગેના ચિત્રો, વિડીયો, ચોકકસ ઘટનાનું વર્ણન તદ્દન ગોપનીય રીતે કરી શકે છે તેમ કલેક્ટરએ ઉમેર્યું હતું.

વધુમાં, કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે મતદારો તેમના વિસ્તારના ઉમેદવારની માહિતી મેળવવા માટે મોબાઈલ એપનો ઉપયોગ કરી શકે છે. દ્ભરૂઝ્ર એપમાં પોતાના વિસ્તારના ઉમેદવારની માહિતી, સોગંદનામાની વિગતો ઓનલાઈન જોઈ શકાય છે તેમ કલેક્ટરે જણાવ્યું હતું. અંતમાં લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ સંબંધિત માહિતી લોકો સુધી સુચારૂ અને સમયસર પહોંચે તે માટે જિલ્લાના પત્રકારશ્રીઓના સહકારની અપેક્ષા દર્શાવી જિલ્લામાં ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થશે તેવી આશા વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.