AMC દ્વારા સફાઈ ઝુંબેશમાં હાજર રહેલા લોકોએ કુલ 3676 ક્લાકનું શ્રમદાન કર્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરના તમામ ધાર્મિક સ્થળો, પુરાતત્વીય સાઈટ, મહાપુરુષોની પ્રતિમા, હેરિટેજ બિલ્ડીંગની સફાઈ અભિયાન અન્વયે શહેરમાં હાથ ધરવામાં આવેલ સફાઈ ઝુંબેશ
‘સ્વચ્છતા હિ સેવા’ થીમ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 96.04 મેટ્રીક ટન કચરાનું કલેકશન કરી તેનો આખરી નિકાલ કરવામાં આવ્યો છે
અમદાવાદ , AMC દ્વારા નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો-પર્વની જેમ ‘સ્વચ્છતા હી સેવા’ થીમ હેઠળ સ્વચ્છતાનાં અભિયાનને 60 દિવસ સફાઈ ઝુંબેશ કાર્યક્રમો મારફતે ઉજવવાના ગુજરાત સરકારનાં આહવાનને પૂર્ણ કરવાની પ્રતિબધ્ધતા સાથે આજ રોજ શહેરમાં વિવિધ જગ્યાઓ પર આવેલાં ધાર્મિક સ્થળો, પુરાતત્વીય સાઈટ, મહાપુરુષોની પ્રતિમા, હેરિટેજ બિલ્ડીંગની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવેલ હતી.
આ સફાઈ ઝુંબેશમાં અમરાઈવાડી-જોગણીમાતાનું મંદિર, વિરાટનગર-મામાદેવ મંદિર, સદગુરુ ગાર્ડન, રામોલ વોર્ડ -લાલગેબી આશ્રમ હાથીજણ ગામ, ગોમતીપુર-ચકુડીયા મહાદેવ મંદિર, ભાઇપુરા – રુદેશ્વર મહાદેવ, નિકોલ – ખોડિયાર મંદિર, નિકોલ ગામ અને વસ્ત્રાલ- સ્વામીનારાયણ મંદિર, વાસણા-જોગણીમાતા મંદિર (વાસણા ગામ ભાગોળ), પાલડી-પાલડી ચાર રસ્તા, AMTS બસ સ્ટેન્ડ પાસે, પાલડી, સાબરમતી -ખોડિયાર માતાનું મંદિર રામનગર ચોક,
નારણપુરા-સ્વામીનારાયણ મંદિર, નારણપુરા ગામ, નવાવાડજ-અગિયારસી માતા મંદિર, સ.પ.સ્ટેડીયમ -વાલકેશ મહાદેવ મંદિર,જુના વાડજ ગામ, નવરંગપૂરા- ૧-હિગળાજ માતા નું મંદિર, નવરંગપુરા-૨-જૈન દેરાસર ,નહેરૂનગર સર્કલ પાસે, સરદારનગર -સાઈબાબા મંદિર, સરદારનગર , સૈજપુર-કુબેરેશ્વર મહાદેવ, નરોડા રોડ, કાશી વિશ્વનાથ મંદિર,મેમ્કો પેટ્રોલ પંપ પાસે, નરોડા રોડ, કુબેરનગર-શિવ મંદિર, મેઘાણીનગર છેલ્લા બસ સ્ટેન્ડ પાસે, મેઘાણીનગર,
ઇન્ડિયાકોલોની -મહાકાલી મદિર અનિલ સ્ટાર્ચ રોડ, બાપુનગર-ગણપતિ મંદિર, સરસપુર-રણછોડ રાય મંદિર, મણિનગર-સ્વામીનારાયણ મંદિર, ક્રોસીંગ પાસે, દાણીલીમડા-ગીતા મંદિર, ઇન્દ્રપૂરી-સ્વામીનારાયણ મંદિર, રામોલ, વટવા-સ્મૃતિ મંદિર, વટવા, ઇસનપુર-ધોળેશ્વર મંદિર, ડો.મુકેશના દવાખાના પાછળ, લાંભા-લાંભા મંદિર, લાંભા ગામ,ખોખરા-ભાલકેશ્વર મંદિર, જમાલપુર-ભદ્રકાળી મંદિર, શાહીબાગ-જગજીવનરામ પ્રતિમા, ઇદગા સર્કલ, બાબુ,
અસારવા-નિલકંઠ મહાદેવ મંદિર, અસારવા ગામ, ગોતા-રાગણી માતા મંદિર સતાધાર ચાર રસ્તા પાસે, ચાંદલોડિયા-શિવ મંદિર, ચાંદલોડિયા તળાવ પાસે, ઘાટલોડિયા-નીલકંઠ મહાદેવ મંદિર, થલતેજ-સાઇ બાબા મંદિર ડ્રાઇવીગ રોડ, બોડકદેવ-ઈસ્કોન મંદીર, સરખેજ-ભારતી આશ્રમ, વેજલપુર-વૈજનાથ મહાદેવ, જોધપુર-વિશ્વેશ્વર મહાદેવ, મકતમપુરા-કોશર મસ્જીદ જેવા ધાર્મિક સ્થળોની સફાઈ હાથ ધરવામાં આવેલ હતી.
ધાર્મિક સ્થળોની સફાઈની સાથે સાથે ઓઢવ-ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા-જનતા નગર, ચાંદખેડા-સ્વામી વિવેકાનંદ પાર્ટી પ્લોટ (કાળી કલ્ચર ગાર્ડન), રાણીપ- સરદાર ચોક શાક માર્કેટ, રાણીપ, નરોડા-સરદાર પટેલ સ્ટેચ્યુ, કુબેરનગર-મુકેશ રાઠોડ પ્રતિમા, ઠક્કરનગર-શિવાજી ચોક, શહીદ સર્કલ,
શહીદ સર્કલ રોડ, બહેરામપુરા-ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની પ્રતિમા, દૂધવાળી ચાલી, ખાડીયા-કવિ દલપરામની પ્રતિમા, દરીયાપુર-સરદાર પટેલ સાહેબની પ્રતિમા, દરિયાપુર દરવાજા, શાહપુર-શાહીબાગ અંડર પાસે, મહારાણા પ્રતાપ સર્કલ પર આવેલ મહાનુભાવોની પ્રતિમાઓની સફાઈની ઝુંબેશ પણ કરવામાં આવેલ હતી.
સફાઈ ઝુંબેશમાં હાજર રહેલા લોકોએ કુલ 3676 ક્લાકનું શ્રમદાન કરેલ હતું અને 96.04 મેટ્રીક ટન કચરાનું કલેકશન કરી તેનો આખરી નિકાલ કરવામાં આવ્યો છે. ઉપરોક્ત યોજાયેલી આ સફાઈ ઝુંબેશ નાગરીકોની સાથે સાથે શાળાના બાળકો અને NSSના વિધાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધેલ હતો.