ઝઘડિયાના ખરચી અને ખડોલી ગામે જુગાર રમતા કુલ 7 ઈસમો ઝડપાયા
(પ્રતિનિધિ)ભરૂચ, ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઝઘડિયા પોલીસ મથક વિસ્તારના ખરચી ગામેથી તેમજ રાજપારડી પોલીસ મથકના ખડોલી ગામેથી જુગાર રમતા કુલ સાત ઈસમોને ઝડપી લીધા હતા.ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં દારૂ જુગારની બદી ડામવા જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ
તે અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ ગતરોજ તા.૧૫ મીના રોજ પીએસઆઈ આર.કે.ટોરાણી ટીમ સાથે પેટ્રોલિંગમાં હતા.
તે દરમ્યાન મળેલ બાતમીના આધારે ઝઘડિયા તાલુકાના ખરચી ગામે સ્મશાન વગામાં જુગાર રમતા પાંચ ઈસમોને કુલ રૂ ૧૮,૦૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. એલસીબી પોલીસે આ ઝડપાયેલ પાંચ ઈસમો (૧) સુખદેવભાઈ રામાભાઈ વસાવા રહે.ગામ ખરચી તળાવ ફળીયું તા.ઝઘડિયા
(૨) ઠાકોરભાઈ ભુદરભાઈ પટેલ રહે.ગામ ખરચી મંદીર ફળીયું તા.ઝઘડિયા (૩) વિરલભાઈ ચંદુભાઈ પટેલ રહે.ગામ ખરચી મંદીર ફળીયું તા.ઝઘડિયા (૪) ગુમાનભાઈ નાગજીભાઈ પટેલ રહે.ગામ ખરચી ટેકરા ફળિયું તા.ઝઘડિયા તેમજ (૫) વિક્રમભાઈ રામજીભાઈ વસાવા રહે.ગામ ખરચી તળાવ ફળિયું તા.ઝઘડિયા
જી.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો.જ્યારે જુગાર ઝડપાવાની બીજી ઘટનામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમ્યાન મળેલ બાતમી મુજબ રાજપારડી પોલીસ મથક વિસ્તારના ખડોલી ગામમાં આવેલ લાંબી ટેકરી ખાતે ખુલ્લી જગ્યામાં જુગાર રમતા બે ઈસમો
(૧) ઈરફાનભાઈ બચુશા દિવાન રહે.રાજપારડી કન્યાશાળા ફળિયું તા.ઝઘડિયા અને (૨) તોસીફભાઈ સલીમભાઈ મલેક રહે.ગામ સુલતાનપુરા તા.ઝઘડિયા જી.ભરૂચનાને કુલ રૂ. ૨૦,૩૨૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જુગાર રમતા ઝડપાયેલ આ બન્ને ઈસમો વિરુધ્ધ રાજપારડી પોલીસ મથક ખાતે ગુનો નોંધાવાયો હતો.