Western Times News

Gujarati News

અફઘાનિસ્તાનમાં શિયાળાની ઋતુમાં ઠંડીને કારણે કુલ ૭૮ લોકોના મોત

કાબુલ, અફઘાનિસ્તાનમાં શિયાળાની ઋતુ દરમિયાન કડકડતી ઠંડીને કારણે ઓછામાં ઓછા ૭૮ લોકોના મોત નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે. સત્તાધિશોએ આ અંગે સત્તાવાર જાણકારી આપી હતી.

અફઘાનિસ્તાનમાં ઠંડી છેલ્લા ૧૫ વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આર્થિક તંગીનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનની મૂસીબતમાં નવો ઉમેરો થયો છે. અફઘાનિસ્તાનમાં છેલ્લા કેટલાક સપ્તાહથી અમુક સહાય સમૂહોએ પોતાની કામગીરીને આંશિક રીતે સ્થગિત કરી છે.

હાલમાં જ તાલિબાને આદેશ આપ્યો હતો કે એનજીઓમાં મહિલા કર્મચારીઓ કામ કરી શકશે નહિ અને આ પછી ઘણા સહાય સમૂહોએ તેમની કામગીરીને આશિંક રીતે સસ્પેન્ડ કરી દીધી હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રાલયના કટોકટીની સ્થિતિ માટેના ઓપરેશન સેન્ટરના વડા અબ્દુલ્લા અહમદીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં વધુ ઠંડી પડી શકે છે અને આ માટે લોકોને માનવતાના ધોરણે મદદ ઉપલબ્ધ કરાવવી જાેઈએ.

સંયુક્ત રાષ્ટ્રની માનવતાવાદી સંસ્થા ેંર્દ્ગંઝ્રૐછએ ગત સપ્તાહ દરમિયાન જણાવ્યું હતું કે મહિલા કર્મચારીઓ લાદાવામાં આવેલા અનેક પ્રકારના પ્રતિબંધોને કારણેને રાહત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. માનવતાવાદી સંસ્થાઓ ઠંડીથી બચવા માટેની સામગ્રી ઉપલબ્ધ કરાવી રહી છે પરતું વિતરણની કામગરી ખરાબ રીતે પ્રભાવિત થઈ છે.

શિયાળાની સિઝનના શરૂઆતના દિવસોમાં પણ આરોગ્ય કર્મચારીઓએ અફઘાનિસ્તાનમાં કેટલાક યુવા બાળકો નિમોનિયા જેવી સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. ગરીબીને કારણે કેટલાક લોકો ઘરને આ ઠંડીની સિઝનમાં ગરમ રાખી શકતા નથી. અફઘાનિસ્તાનમાં છેલ્લા નવ દિવસમાં લગભગ ૭૭,૦૦૦ પશુધન પણ મૃત્યુ પામ્યા છે, જે દેશની ખાદ્ય અસુરક્ષામાં નવી મૂશ્કેલીને સામેલ કરી શકે છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.