Western Times News

Gujarati News

બનાસકાંઠા જિલ્લા લોક અદાલતમાં કુલ ૭,૯૦૭ કેસોનો નિકાલ કરવામાં આવ્યો

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર દ્વારા ૪૮ કરોડ કરતાં વધુ રકમ વસૂલવા હુકમ કરાયો

પાલનપુર, ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર દ્વારા તા.૯ ડિસેમ્બરના રોજ તમામ પ્રકારના દીવાની તથા ફોજદારી કેસો માટેની લોક અદાલત યોજવામાં આવી હતી જેમાં બનાસકાંઠા જિલ્લામાં રહેતા તમામ પક્ષકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો.

મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુરના સઘન પ્રયત્નોથી આ લોક અદાલતમાં સમગ્ર જિલ્લામાં ટ્રાફીક ચલણ (સહિત)ના કુલ ર,૪૩૬ કેસો સેટલ કરવામાં આવ્યા હતા. જેમાં ઈ-મેમોની રકમ પેટે કુલ રૂ.૯,૮૧,૯૦૦/- વસૂલાત થઈ હતી. A total of 7,907 cases were disposed of in Banaskantha District Lok Adalat

ઉપરાંત પ્રી-લીટીગેશનના કુલ ૮૭૯ કેસો સેટલ થયેલ જેની રકમ રૂ.૪,૬૬,૭૬,ર૦૭/- (અંકે રૂપિયા ચાર કરોડ છાસઠ લાખ છોત્તેર હજાર બસ્સો સાત પૂરા)નું સેટલમેન્ટ થયું હતું. જયારે મોટર અકસ્માત વળતરના કુલ ૭પ કેસોમાં સમાધાન થતાં કુલ રૂ.પ,રર,૩૯,પ૦૦/- (અંકે રૂપિયા પાંચ કરોડ બાવસ લાખ ઓગણચાલીસ હજાર પાંચસો પુરા)નું વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવ્ય્‌ હતો.

આમ, બનાસકાંઠા જિલ્લાની અદાલતોમાં ચાલતા કેસો પૈકી લીટીગેશન તેમજ પ્રી-લીટીગેશનના મળી કુલ ૭,૯૦૭ કેસોનો નિકાલ થયો હતો જેમાં કુલ રૂ.૪૮,૧૮,૩ર,૧૬૦.ર૬/- (અંકે રૂપિયા અડતાલીસ કરોડ અઢાર લાખ બત્રીસ હજાર એકસો સાહીઠ અને છવ્વીસ પૈસા પુરા)નું વળતર ચૂકવવાનો હુકમ થયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા તમામ ન્યાયાધીશો, વકીલો, બેંક/ઈન્શ્યોરન્સ કંપનીના અધિકારીઓ, કોર્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ કેસોના પક્ષકારોનાં સાથ સહકારથી સદરહું રાષ્ટ્રીય લોક અદાલત ખૂબ જ સફળ રહી હતી તેવું સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, પાલનપુર, જિ. બનાસકાંઠાની અખબારીયાદીમાં જણાવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.