વડોદરામાંથી વધુ ૧ર૧ કરોડના ડ્રગ્સ સાથે કુલ ૬૦૭ કરોડનું ડ્રગ્સ ઝડપાયું
મુંબઈ મોકલેલા ડ્રગ્સની તપાસ ચાલુ, ડ્રગ માફિયા સલીમ ઢોલા હજુ પક્કડની બહાર
(એજન્સી) અમદાવાદ, ગુજરાતની ફેકટરીઓમાં જ ડ્રગનંુ ઉત્પાદન થઈ રહ્યુ છે ત્યારે ગુજરાત એટીએસના અધિકારીઓ રૂા.૪૭૮ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલા પાંચ આરોપીઓની પૂછપરછમાં વધુ ૧ર૧ કરોડનુ ડ્રગ્સ વડોદરા શહેર અને આજુબાજુના વિસ્તારમાંથી શોધી કાઢ્યુ હતુ. તપાસ દરમ્યાન કુલ રૂા.૬૦૭ કરોડનું ડ્રગ કબજે કરાયુ છે. અને મુંઈબ મોકલાયેલા ડ્રગની તપાસ ચાલી રહી છે. મુંબઈના ડ્રગ માફિયા સલીમ ઢોલા તેમજ એટીએસની પક્કડ બહાર હોવાથીતેને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
ગુજરાત એટીએસના ડેપ્યુટી એસપી એસ.એલ.ચૌધરીની ટીમે ડ્રગ્સ અંગે મળેલી બાતમીનો આધારે વડોદરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી પાંચ ઈસમોની ધરપકડ કરી હતી. વડોદરા ગ્રામ્યના સિઘરોટ ગામ ખાતે રેડ કરી ડ્રગ્સની મેન્યુફેકચરીંગ ફેકટરી શોધી કાઢી હતી. જેમાંથી ૬૩,૬૧૩ કિલોગ્રામ તૈયાર મેેફ્રડ્રોન તથા ૮૦,ર૬૦ કિલોગ્રામ મેફેડ્રોન બનાવવા માટે તૈયાર કરેલા લિક્વિડ જેની કુલ અંદાજીત કિંમત રૂા.૪૭૭ કરોડ થવા જાય છે.
આ દરમ્યાન આરોપી ભરત ચાવડાની પૂછપરછ કરતા તેના દ્વારા સંતાડવામાં આવેલો મેફેડ્રોનનો જથ્થો તેણે બતાવેલી જગ્યાએ સર્ચ કરતા પ્લાસ્ટીકની બે થલીમાં ૧.૭૦ કિ.ગ્રા. મેફેડ્રોન ડ્રગ્સનો અંદાજીત કિંમત રૂા.૮.૮પ કરોડનો મળી આવ્યો હતો.
આરોપીઓની વધુ પૂછપરછ દરમ્યાન જાણવા મળ્યુ હતુ કે આરોપી શૈલેષ કટારીયા તેના ઘરે વધુ ડ્રગ્સનો જથ્થો સંતાડ્યો છે. ગુજરાત એટીએસ અને એસઓજીની ટીમે તપાસ કરતા અલગ અલગ પેકીંગની થેલોઓ મળી આવી હતી. આ થેલીઓમાંથી શંકાસ્પદ માદક પદાર્થ મળી આવતા તેની એફએસએલ ટીમ દ્વારા તપાસ કરાવી હતી. જેમાં ર૪.ર૮ કિ.ગ્રામ મેફેડ્રોનનો જથ્થો હોવાનું ખુલ્યુ હતુ. જેની અંદાજીત કિંમત રૂા.૧ર૧.૪૦ કરોડ છે.
આ ડ્રગ સિંઘરોટ ગામની ફેકટરીમાં બનાવાયુ હતુ. આમ, આ કેંસમાં અત્યાર સુધી કુલ ૬૦૭,૦૩પ કરોડની કિંમતનો મેફેડ્રોનનો જથ્ પકડી પાડ્યો છે.પકડાયેલા આરોપીઓ પૈકી સૌમિલ પાઠક , ભરત ચાવડા અને શૈલેષ કટારીયાને સાથે રાખી આ મેફેડ્રોન બનાવવા માટે વપરાતુ ૧૦૦ કિલો જેટલુ મુખ્ય રો-મટીરીયલ્સ વડોદરામાંથી જપ્ત કરાયુ હતુ.