Western Times News

Gujarati News

રાજ્યની ૧૫૬ નગરપાલિકાઓને કુલ રૂ. ૧૭.૧૦ કરોડની સહાય રાજ્ય સરકાર આપશે 

File

રાજ્યમાં તાજેતરના અતિ ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ તેમજ નગરોમાં વરસાદી પાણી ભરાવાથી સર્જાયેલી સ્થિતિમાં રાજ્યની નગરપાલિકાઓને સાફ સફાઇ માટે નાણાં સહાય ની મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રપટેલ ની મહત્વપૂર્ણ જાહેરાત

રાજ્યના નગરોમાં થયેલી અતિવૃષ્ટિ અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિને પહોંચી વળવા સઘન સફાઇ ઝુંબેશ સહિતના સ્વચ્છતાના કામો માટે આ સહાય અપાશે

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં થયેલા અતિભારે વરસાદની સ્થિતીને કારણે નગરોમાં ભરાયેલા પાણીના નિકાલ સહિતની જાહેર સાફસફાઇ કામગીરી માટે નગરપાલિકાઓને નાણાં સહાય આપવાનો નિર્ણય કર્યો છે.આ હેતુસર તેમણે રાજ્યની ૧પ૬ નગરપાલિકાઓને કુલ ૧૭.૧૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.A total of Rs. 17.10 crores will be provided by the state government

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગને આ અંગેના સ્પષ્ટ દિશાનિર્દેશો આપ્યા છે.તદઅનુસાર, નગરોમાંજંતુનાશકદવાઓનોછંટકાવ, રોગચાળો અટકાવવા ઘન કચરાનો નિકાલ, પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા તેમજ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા માટે નાણાકીય સહાયની જે જરૂરિયાત ઉભી થઇ છે તે માટે મુખ્યમંત્રીશ્રીએ આ ૧૭.૧૦ કરોડ રૂપિયા ફાળવવાની સૈધ્ધાંતિક અનુમતિ આપી છે.

 

આ હેતુ સરરાજ્ય ની તમામ ૧૫૬ નગરપાલિકાઓને પ્રાથમિક તબક્કે તાત્કાલિક ધોરણે સુવિધાઓ પૂરી પાડવા આ ગ્રાંટ ઉપયોગમાં લેવાશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે આ નાણાંકીય સહાયના જે ધોરણો નિર્ધારિત કર્યા છે તે મુજબ “અ”વર્ગની ૨૨ નગરપાલિકાઓને નગરપાલિકા દીઠ રૂ. ૨૦ લાખ પ્રમાણે કુલરૂ. ૪.૪૦ કરોડની રકમ અપાશે.બ”વર્ગની ૩૦ નગરપાલિકાઓને પ્રત્યેક નેરૂ. ૧૫ લાખ પ્રમાણે કુલ રૂ. ૪.૫૦ કરોડ ફાળવવામાં આવશે. ક”વર્ગની ૬૦ નગરપાલિકા ઓને નગરપાલિકા દીઠ રૂ. ૧૦ લાખ પ્રમાણે કુલ રૂ. ૬ કરોડ આપવામાં આવશે. ડ”વર્ગની ૪૪ નગરપાલિકાઓને પ્રત્યેકને રૂ. ૫ લાખ પ્રમાણે કુલરૂ. ૨.૨૦ કરોડની રકમ મળશે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રપટેલે આ૧૭.૧૦ કરોડ રૂપિયાની ફાળવણી કરતાં હવે રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં વરસાદી સ્થિતિ પછીની સાફ સફાઇ અને ભરાયેલા વરસાદી પાણીના નિકાલ સહિતની નગર સુખાકારી કામગીરીમાં વધુ ગતિ આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.