આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5120 કરોડની જોગવાઇ

પ્રતિકાત્મક
ગાંધીનગર, અંત્યોદયની વિચારધારાને વરેલી અમારી સરકાર, વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે. વનબંધુ કલ્યાણ યોજના-૨ અંતર્ગત વર્ષ ૨૦૨૧-૨૨ માં આગામી પાંચ વર્ષમાં ₹૧ લાખ કરોડની ફાળવણી કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
જે અંતર્ગત માર્ચ ૨૦૨૫ના અંત સુધીમાં ₹૬૯,૮૮૨ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. અને આ વર્ષે અંદાજિત ₹૩૦,૧૨૧ કરોડની ફાળવણી કરવામાં આવેલ છે. મને જણાવતાં આનંદ થાય છે કે આ ફાળવણી સાથે આપણે ₹૧ લાખ કરોડનો લક્ષ્યાંક સિદ્ધ કર્યો છે. A total provision of Rs 5120 crores for the Tribal Development Department
સરકારી છાત્રાલય, આદર્શ નિવાસી શાળા, એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ અને ગર્લ્સ લિટરસી સ્કૂલના બાંધકામ માટે ₹૯૧૨ કરોડની જોગવાઇ.
અંદાજે ૩ લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રીક શિષ્યવૃત્તિ આપવા ₹૭૫૫ કરોડની જોગવાઇ. ૬૬૪ આશ્રમશાળાઓમાં અભ્યાસ કરતાં અંદાજે ૧ લાખ વિધાર્થીઓ માટે ₹૫૪૭ કરોડની જોગવાઇ.
૧૭૬ સરકારી છાત્રાલયો અને ૯૨૧ ગ્રાન્ટ ઈન એઇડ છાત્રાલયોના અંદાજિત ૭૦ હજાર વિદ્યાર્થીઓ માટે ₹૩૧૩ કરોડની જોગવાઇ.
દૂધ સંજીવની યોજના અંતર્ગત ₹૨૩૩ કરોડની જોગવાઇ. રાજ્યમાં ૪૮ એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ, ૪૩ ગર્લ્સ લીટરસી રેસિડેન્શીયલ સ્કૂલ, બે સૈનિક સ્કૂલ તથા ૭૪ આદર્શ નિવાસી શાળાઓ એમ કુલ ૧૬૭ નિવાસી શાળાઓ કાર્યરત છે. જેનો વ્યાપ વધારતા આ વર્ષે ડોલવણ, ખેરગામ, નેત્રંગ અને સંજેલી ખાતે ૪ નવી એકલવ્ય મોડેલ રેસિડેન્શીયલ સ્કૂલ શરૂ કરવામાં આવશે. આમ આ નિવાસી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે ૪૦ હજાર વિદ્યાર્થીઓ માટે અને નવી શરૂ થનાર સ્કૂલો માટે કુલ ₹૨૮૫ કરોડની જોગવાઇ.
પ્રિ મેટ્રીકના આશરે ૧૩ લાખ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા ₹૧૬૦ કરોડની જોગવાઇ. ધો.૧ થી ૮માં અભ્યાસ કરતાં અંદાજે ૧૨ લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે ₹૧૦૮ કરોડની જોગવાઇ.
વિદ્યા સાધના યોજના હેઠળ ધોરણ ૯માં અભ્યાસ કરતી ૩૩ હજાર આદિજાતિ વિદ્યાર્થિનીઓને વિના મૂલ્યે સાયકલ આપવા ₹૧૫ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી આદિમજુથ અને હળપતિ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૨૫ કરોડની જોગવાઇ. મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૦૨ કરોડની જોગવાઇ.
મુખ્યમંત્રી બોર્ડર વિલેજ સર્વાંગી ઉત્કર્ષ યોજના હેઠળ ₹૧૦૦ કરોડની જોગવાઇ. સંકલિત ડેરી વિકાસ યોજના હેઠળ ₹૮૭ કરોડની જોગવાઇ.
કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ ખેડૂતોને સહાય માટે ₹૪૨ કરોડની જોગવાઇ. આદિજાતિ વિસ્તારની નિવાસી શાળાઓમાં ગ્રીન કેમ્પસ બનાવવા ₹૭ કરોડની જોગવાઇ.
આદિજાતિના લોકોને વ્યક્તિગત ધોરણે આવાસ સહાય માટે ₹૯૯ કરોડની જોગવાઇ. યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત આદિજાતિના યુવક-યુવતીઓ સ્વરોજગાર શરૂ કરી આર્થિક વિકાસની નવી તકો ઊભી કરે તે હેતુથી બેન્ક ધિરાણ પર વ્યાજ સહાય આપવા માટે ₹૭૪ કરોડની જોગવાઇ.