પાવાગઢના વડા તળાવ પાસે ખાદ્ય તેલનો જથ્થો ભરેલ ટ્રક પલટી ખાઈ ગઈ
(તસ્વીરઃ મનોજ મારવાડી, ગોધરા) પાવાગઢ બાયપાસ રોડ ઉપર તેલના ડબ્બા ભરેલી ટ્રક પલટી ખાઈ જતા ટેલના ડબ્બા ઉછડી ખેતર માં પડ્યા હતા અને તેલ ઢોળાઈ ખેતર માં વહેતુ થયું હતું, કચ્છના ગાંધીધામ થી પી.એમ પોષણ નામની સરકારી યોજનાનું તેલ ભરી હાલોલ, કાલોલ અને જાંબુઘોડા ડિલિવરી આપવા આવેલી ટ્રક પલટી ખાઈ ગઈ હતી.
પાવાગઢ બાયપાસ રોડ ઉપર વડાતલાવ થી શિવરાજપૂર તરફ ના રસ્તે કચ્છ જિલ્લાના ગાંધીધામ, અંજાર ની ગોકુલ એગ્રો રિસોર્સ લિમિટેડ, નામની મીલ માંથી સરકારી યોજના ‘પીએમ પોષણ યોજના’ હેઠળ આંગણવાડીના બાળકો માટે ઉપયોગ માં લેવામાં આવતા ખાદ્ય તેલ નો જથ્થો ભરી નીકળેલી ટ્રક પલટી ખાઈ જતા ૩૦ લાખ ૫૨ હજાર ૭૪૬ રૂપિયાની કિંમત ના કપાસિયા તેલ ના ૧૮૭૪ ડબ્બા રોડની બાજુમાં આવેલ ખેતર માં ઉછળી પડ્યા હતા.
હાલોલ, કાલોલ અને જાંબુઘોડા ત્રણ તાલુકા નો જથ્થો લઈ આવેલી ટ્રક જાંબુઘોડા જથ્થો ઉતારવા જઈ રહી હતી ત્યારે પાવાગઢ બાયપાસ ઉપર વડા તળાવ થી શિવરાજપૂર તરફ ના રોડ ઉપર ટ્રક ની સામે પૂરઝડપે એક ડમ્પર આવતા ટ્રક ચાલાક ખેતરામ ચૌધરી એ ટ્રક રોડ ની નીચે ઉતારવી પડી હતી. રોડ ની માટી વરસાદ ને કારણે ભીની હતી એટલે ટ્રક ના ડાબી તરફના પૈડાં માટી માં ખુંપી જતા ટ્રક ચાલકે ટ્રક ઉભી રાખી હતી અને નીચે ઉતરી ગયા હતા.
થોડી વાર માં ઉભેલી ટ્રક માં ડાબી તરફ નમી જતા પલટી ખાઈ ગઈ હતી. અને ટ્રક માં ભરેલા તેલ ના ડબ્બા ઉછડી ખેતર માં પટકાયા હતા. જને કારણે ખેતર ના શેઢે તેલની નદી વહેતી થઈ હતી. પી.એમ પોષણ અને ગુજરાત સરકાર ના લોગો વાળું તેલ હોવાથી સદનસીબે ખેતર માં પડેલા ડબ્બા એજ સ્થિતિ માં પડ્યા રહ્યા હતા.
ટ્રક માં જાંબુઘોડા તાલુકાનું ૦૨ લાખ ૮૮ હજાર ૩૩૩ રૂપિયાનું ૨,૬૫૫ કિલોગ્રામ તેલના કુલ ૧૭૭ ડબ્બા હતા, હાલોલ તાલુકા ના ૧૪ લાખ ૨૨ હજાર ૧૧૭ રૂપિયાની કિંમત ના ૧૩,૦૯૫ કિલોગ્રામ તેલ ના ૮૭૩ ડબ્બા હતા જ્યારે કાલોલ તાલુકાના ૧૩ લાખ ૪૨ હજાર ૨૯૬ રૂપિયા ની કિંમત ના ૧૨,૩૬૦ કિલોગ્રામ તેલ ના ૮૨૪ ડબ્બા ભરેલા હતા. ટ્રક પહેલા જાંબુઘોડા ડિલિવરી આપવા માટે જઈ રહી હતી ત્યારે તેને અકસ્માત નડ્યો હતો.