ખેડા જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો વચ્ચે રસ્સા ખેંચ સ્પર્ધા યોજાઈ
જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાના હસ્તે વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરાઈ
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) પોલીસની અતિવ્યસ્ત કામગીરીની ફરજાેમાં પોલીસના જવાનોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જળવાઈ રહે તથા શિસ્ત અને ટિમવર્કની ભાવનાનો વિકાસ થાય તે હેતુથી ખેડા જિલ્લાના પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાની સૂચનાથી પોલીસ હેડ ક્વાર્ટર ખેડા ખાતે ખેડા જિલ્લાના પોલીસ અધિકારીઓ અને પોલીસ જવાનો વચ્ચે રસ્સા ખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.
જેમાં ખેડા જિલ્લાના કપડવંજ ડિવિઝન અને નડિયાદ ડિવિઝનના પોલીસ અધિકારીઓ, પોલીસ જવાનો વચ્ચે રસ્સા ખેંચ સ્પર્ધા કરવામાં આવી હતી. જિલ્લાના કુલ ૨૪ પોલીસ અધિકારીઓ અને ૧૨૨ પોલીસના પુરુષ અને મહિલા જવાનોએ ભાગ લીધો હતો. ખેડા પોલીસ હેજક્વાર્ટર ખાતે પાયાની તાલીમ લઈ રહેલ આણંદ,વલસાડ જિલ્લા અને ખેડા જિલ્લાના કુલ ૨૪૦ પોલીસમાં નવા ભરતી થયેલ તાલીમાર્થીઓએ પણ રસ્સા ખેંચ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
સ્પર્ધામાં કપડવંજ ડિવિઝન અને નડિયાદ ડિવિઝનની બે બે મહિલા પોલીસની ટીમ તથા બે બે પુરુષ પોલીસની ટીમોએ ખુબજ જાેશ અને ઉત્સાહથી ભાગ લીધો હતો કપડવંજ ડિવિઝનની મહિલા પોલીસની ટીમ અને પુરુષ પોલીસની ટીમ ફાઇનલ મુકાબલામાં વિજેતા થઈ હતી.
જ્યારે પોલીસના નવા ભરતી થયેલ તાલીમાર્થીઓમાંથી સ્કવોડ નંબર ચાર અને પાંચ ફાઈનલ મુકાબલામાં પહોંચ્યા હતા. જેમાં સ્કવોડ નંબર પાંચ વિજેતા થયેલ હતા. છેલ્લે જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયાના હસ્તે વિજેતા ટીમોને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.