રાજસ્થાનના દૌસામાં અઢી વર્ષની બાળકી ૨૦ ફૂટ ઊંડા બોરવેલમાં ખાબકી
જયપુર, રાજસ્થાનના દૌસામાં આવેલા બાંદીપુરમાં અઢી વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગઈ હતી. માત્ર અઢી વર્ષની બાળકીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન સતત ચાલી રહ્યું છે. વહીવટીતંત્ર ત્રણ જેસીબી મશીનની મદદથી બોરવેલ પાસે ખોદકામ કરી રહ્યું છે.
પોલીસ સુપર ઈન્સ્પેક્ટર ભરત લાલે જણાવ્યું કે અઢી વર્ષની નીરુ ગુર્જર જોધપુરિયા ગામમાં બોરવેલમાં પડી ગઈ છે. આ બોરવેલની ઊંડાઈ ૨૦ ફૂટ છે.
ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે. બચાવ કામગીરીના ભાગરૂપે ફસાયેલી બાળકીને બચાવવા માટે સિલિન્ડરો દ્વારા ઓક્સિજન પુરો પાડવામાં આવી રહ્યો છે. બચાવ કાર્ય ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે. સ્થળ પર જ ત્રણ જેસીબી બોરવેલ પાસે લગભગ ૧૫ ફૂટના અંતરે ખોદવાનું શરૂ કર્યું.
વરસાદને કારણે બચાવ કામગીરીમાં મુશ્કેલી આવી રહી છે.જીડ્ઢઇહ્લની ટીમ બુધવારે રાત્રે ૮ વાગ્યાની આસપાસ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિની તપાસ કરવા માટે કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કેમેરામાં બાળકી ફરતી જોવા મળતા લોકોએ રાહત અનુભવી હતી.
આ બોરવેલ બાળકીના પિતા રાહુલ ગુર્જરના ખેતરમાં આવેલો હતો, જેનો ઉપયોગ બાજરી ઉગાડવા માટે થતો હતો, જે વરસાદના કારણે સર્જાયેલા ખાડાઓને કારણે જોખમી બની ગયો હતો. બુધવારે સાંજે ૫ વાગ્યાની આસપાસ નીરુ ત્રણ-ચાર બાળકો સાથે રમતી હતી ત્યારે અકસ્માતે તે ખાડામાં પડી ગઈ હતી.SS1MS