વડનગરમાં દ્વિદિવસીય પર્યાવરણ જાગૃતિ, વિશ્વશાંતિ તથા વ્યસન મુક્તિ રેલીનો કાર્યક્રમ યોજાયો
અમદાવાદ, ગુજરાતના પ્રાચીન વારસાની આબેહૂબ પ્રતિકૃતિ એટલે ઉત્તર ગુજરાતનું ઐતિહાસિક પૌરાણિક નગર વડનગર શહેર. લોકો વડનગરને ગુજરાતની કાશી અને ઉજ્જૈન તરીકે પણ ઓળખે છે. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને બે મહિના સુધી વડનગરના નાગધરા અને વિસનગરના પિંડારિયા સરોવર પર લીલાઓ કરી હતી. સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની ચરણાવિંદથી પાવન થયેલું આ નગર છે.
એ જ સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનની સાર્વભૌમ નાદવંશીય ગુરુપરંપરાના ષષ્ઠ વારસદાર જ્ઞાનમહોદધિ પરમ પૂજ્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં વડનગરમાં દ્વિદિવસીય શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી – રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણનું ભવ્યતાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંતો – હરિભક્તો સહીત સમૂહ મહાપૂજા તથા ભવ્ય નગરયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ નગરયાત્રામાં સ્થાનિક જન સમુદાયને પર્યાવરણ જાગૃતિ, વિશ્વશાંતિ તથા ભવ્ય વ્યસન મુક્તિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા વડનગરમાં દ્વિદિવસીય શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી – રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથ તથા જીવનપ્રાણ અબજીબાપાશ્રીની વાતોની સમૂહ પારાયણોની પૂર્ણાહુતિ શ્રી હરિકૃષ્ણ મહારાજ, ગ્રંથ, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજ તથા પૂજનીય વક્તા સંતોનું યજમાન સાંખ્યયોગી બા શ્રી રાધાબા, સાંખ્યયોગી બા શ્રી પ્રવીણાબા તથા શ્રી સ્વામિનારાયણ ગાદી મંડળ બહેનોનું – મણિનગરના પરિવાર જનોએ પૂજન, અર્ચન તથા આરતી ઉતારીને કરી હતી.
આ પાવનકારી અવસરે જ્ઞાનમહોદધિ આચાર્ય સ્વામીશ્રી મહારાજે આશીર્વાદમાં જણાવ્યું હતું કે, હવા, પાણી અને જમીન તેમજ આપણી આસપાસ રહેલું વાતાવરણ એ પર્યાવરણના મૂળભૂત ઘટકો છે. જાે હવા, પાણી તેમજ જમીન સ્વચ્છ હશે તો જ આપણું પર્યાવરણ સ્વચ્છ રહેશે. આ ત્રણેય ઘટકોને જાેડતી કડી એટલે વૃક્ષો. મનુષ્યના જીવન માટે જરૂરી એવા ઘટકો હવા પાણી તેમજ ખોરાક આપણને વૃક્ષો થકી જ મળી રહે છે વૃક્ષ જ હવાને ચોખ્ખી રાખવાનું કામ કરે છે. જમીનનું પાણી દ્વારા થતું ધોવાણ અટકાવવાનું કામ પણ વૃક્ષો જ કરે છે.