ધનસુરા જવાહર નવોદય વિદ્યાલય ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ નો બે દિવસનો કેમ્પ યોજાયો
(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જીલ્લાના ધનસુરા જવાહર નવોદય વિદ્યાલય ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ નો બે દિવસનો કેમ્પ યોજાયો હતો.તારીખ ૧૮ ફેબ્રુઆરીના રોજ જવાહર નવોદય વિદ્યાલય ધનસુરા ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ ના બે દિવસ ના કેમ્પ નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.જેના ઉદ્ઘાટક તરીકે જવાહર નવોદય વિદ્યાલય ના આચાર્ય શ્રી
પ્રવિંદ ક્રિષ્નન હતા અને ચીફ ગેસ્ટ તરીકે ડોક્ટર યોગેશ ગોસ્વામી હતા.
ધનસુરા પોલીસ વિભાગ તરફથી શ્રી અશોકસિંહ અને નિકુંજ મેડમ ઉપસ્થિત રહ્યા હતા આ એસપીસી નો કેમ્પ બાળકોમાં અનુશાસન અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ આવે એટલા માટે રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જવાહર નવોદય વિદ્યાલયના શિક્ષકો શ્રી સુધીર આશરે કોમ્યુનિટી પોલીસ ઓફિસર,અંજલિ ઠાકોર જવાહર નવોદય વિદ્યાલય ધનસુરા એ સિવાય કાર્યક્રમમાં મીના સાહેબ જાની સાહેબ વણકર સાહેબ અને સ્વાસ્થ્ય વિશે માર્ગદર્શન શ્રી ઇન્દિરા મેડમ સ્ટાફનર્સ જવાહર નવોદય વિદ્યાલય દ્વારા અપાયું હતું.