ફેસબુક પર પ્રેમમાં ફસાવી યુકેની યુવતિએ કોન્ટ્રાકટર પાસેથી લાખો ખંખેર્યા
વડોદરા, ફેસબુક પર સંપર્કમાં આવ્યા બાદ પ્રેમમાં ફસાવીને યુકે સ્થિત યુવતીએ વડોદરાના બિલડીગ કોન્ટ્રાકટર પાસેથી રૂપિયા ૧૩.૭૮ લાખ ખંખેર્યા હોવાને કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ફેબ્રુઆરી ર૦રર થી ડીસેમ્બર ર૦રર સુધી સોશીયલ મીડીયા પર પ્રેમ સંબંધ પાગર્યા બાદ યુવતીએ યુકે થી ઈન્ડીયા આવી હોવાનું તરકટ રચ્યું હતુ. A UK girl who fell in love on Facebook extorted millions from a contractor
મુંબઈ એરપોર્ટ પર પાંચ કરોડનો ડિમાન્ડ ડ્રાફટ છોડાવવા માટે ચાર્જ પેટે નાણાં ભરવાના હોવાના કારણે મહીલા કસ્ટમ અધિકારીના નામે એક મહીલાનો વાતચીત કરીને નાણાં બેક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવડાવ્યાના હોવાની વડોદરા સાયબર સેલમાં ફરીયાદ નોધાઈ છે.
વડોદરાના નિઝામપુરા એલજીનગર સોસાયટીીમાં રહેતા અને કન્સ્ટ્રકશનનો ધંધો કરતા જરસીસ હોમીયાભાઈ પાત્રાવાળાએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં નોધાવેલી ફરીયાદ મુજબ ફેબ્રુઆરી ર૦રરમાં તેમને નીશા સીગ નામના ફેસબુક આઈડી પરથી ફ્રેન્ડ રીકવેસ્ટ આવી હતી.
જેનો તેમણે સ્વીકાર કર્યો હતો. હાલમાં યુઝરેનસ રીટાસીગ છે. નિસાસીગ સાથે ફેસબુક પર મીત્રતા થતા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. નીસા સીગે યુકેમાં તે નર્સ તરીકે નોકરી કરતી હોવાની ઓળખ આપી હતી. ફેસબુક મેસેન્જર પર એકબીજા સાથે વાતચીત કરતા હતા.
દરમ્યાન મોબાઈલ નંબર અપાતા પર વાતચીત થતી હતી. તેમણે યુકેથી મુંબઈ આવનાર હોવાથી ટીકીટનો ફોટો જસ્ટીસને મોકલ્યો હતો. મુંબઈ એરપોર્ટ પર ઉતરી બાદ જરસીસને એક નંબર પરથી કોલ આવ્યો જેમાં મુંબઈ એરપોર્ટ કસ્ટમ ઓફીસથી અનીતા ભારદ્વાજથી ઓળખ આપી વાત કરી હતી.
જેમાં નીશા પાસે પાંચ કરોડનું ડીમાન્ડ ડ્રાફટ છે. તેની રકમ છોડાવવા માટે તમારે ચાર્જ ભરવાનો થશે. બાદમાં બેક એકાઉન્ટ નંબર મોકલ્યો હતો. જરસીસ તેના વાતચીતની ટ્રેપમાં આવી જતાં અલગ અલગચાર્જ પેટે રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં વધુ બે લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. બાદમાં નિશા છુ થઈ જતા અને કોઈ સંપર્ક ન થતાં સાયબર ક્રાઈમમાં ગુનો નોધાયો હતો.