Western Times News

Gujarati News

લોકસભાની ચૂંટણી પહેલાં કોઈ ખાસ રાહત વિનાનું કેન્દ્રીય બજેટ

નાણાંમંત્રીએ લોકસભાની ચૂંટણી પહેલાં છેલ્લું વચગાળાનું બજેટ રજૂ કર્યું

જીડીપી સામે રાજકોષીય ખાધને સુધારીને ૫.૮ ટકા કરાઈ : ૨૦૨૪-૨૫ માટે રાજકોષીય ખાધનો લક્ષ્યાંક જીડીપીના કુલ કદના ૫.૧ ટકા સુધી ઘટાડાયો

નવી દિલ્હી,  નાણામંત્રી ર્નિમલા સીતારમણે લોકસભાની ચૂંટણી પહેલાના છેલ્લા વચગાળા બજેટમાં સામાન્ય લોકોને કોઈ ખાસ રાહત આપી નથી. નાણાંમંત્રીએ માત્ર એક કલાકમાં બજેટ રજૂ કરી દીધું હતું. તેમણે તેમના બજેટના ભાષણાં સરકારની સિધ્ધિઓ પર વધુ જાેર આપતા કેટલાક ક્ષેત્રો માટે કેટલિક યોજનાઓની જાહેરાત કરી હતી.

દેશના સામાન્ય કરદાતાઓને કોઈ રાહત આપી નથી અને ટેક્સ સ્લેબ અને ટેક્સ સિસ્ટમમાં કોઈ ફેરફાર કર્યો નથી. આનો અર્થ એ છે કે તમે જે દરે ટેક્સ ચૂકવો છો તે જ દરે તમારે આવકવેરો ચૂકવવો પડશે.નાણામંત્રીએ કહ્યું કે જીડીપી સામે દેશની રાજકોષીય ખાધને સુધારીને ૫.૮ ટકા કરવામાં આવી છે. ટેક્સ રિસિપ્ટ બજેટમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. અમે રાજકોષીય એકત્રીકરણના લક્ષ્યને સુધારી રહ્યા છીએ. ૨૪-૨૫ માટે દેશની રાજકોષીય ખાધનો લક્ષ્યાંક જીડીપીના કુલ કદના ૫.૧ ટકા સુધી ઘટાડવામાં આવી રહ્યો છે.

નાણામંત્રીના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે વિકાસ કાર્યક્રમોમાં રેકોર્ડ સમયમાં બધા માટે આવાસ, દરેક ઘર માટે પાણી, બધા માટે વીજળી, બધા માટે રાંધણગેસ અને બધા માટે બેંક ખાતાનો લાભ આપવામાં આવ્યો છે. નાણાકીય સેવાઓ દ્વારા દરેક ઘર અને વ્યક્તિને આર્થિક રીતે સક્ષમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. સરકારની સિદ્ધિઓ ગણાવતા નાણામંત્રીએ કહ્યું કે આ બજેટ ભવિષ્યમાં વિકસિત ભારતનો રોડમેપ બનાવવામાં પણ મદદરૂપ થશે.

નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે ૧૦ વર્ષમાં એરપોર્ટની સંખ્યા બમણી કરવામાં આવી છે અને દેશમાં ૧૦૦૦ થી વધુ નવા એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ૧૧લાખ ૧૧ હજાર ૧૧૧ કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને તેના ખર્ચમાં ૧૧ ટકાનો વધારો કરવામાં આવી રહ્યો છે. રેલવે માટે જાહેરાત કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે વંદે ભારતમાં ૪૦ હજાર બોગીને અપગ્રેડ કરવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું કે દેશમાં મહિલાઓ માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જે તેમના આર્થિક અને સામાજિક વિકાસ તરફ દોરી રહી છે. લખપતિ દીદી યોજના હેઠળ દેશમાં ૧ કરોડ લખપતિ દીદીઓ બની છે. તેનો લક્ષ્યાંછક ૨ કરોડથી વધારીને ૩ કરોડ કરવામાં આવ્યો છે અને ૩ કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ૯ થી ૧૪ વર્ષની વયની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે જેથી આ કેન્સરને અટકાવી શકાય.

પીએમ આવાસ હેઠળ ૭૦ ટકા ઘર મહિલાઓને આપવામાં આવ્યા છે. પીએમ સંપદા યોજનાથી ૩૮ લાખ ખેડૂતોને ફાયદો થયો છે. ૯ થી ૧૪ વર્ષની છોકરીઓને સર્વાઇકલ કેન્સરની રસી આપવામાં આવશે. આયુષ્માન ભારતનો લાભ તમામ આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોને આપવામાં આવશે. મધ્યમ વર્ગ માટે આવાસ યોજના શરૂ કરવામાં આવશે અને ૧ કરોડ સોલાર પેનલ પરિવારોને મફત વીજળી આપવાની સરકારની યોજના ગેમ ચેન્જર સાબિત થશે.

સરકાર એવી આર્થિક નીતિ અપનાવશે જે લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરશે અને સર્વસમાવેશક વિકાસ તરફ દોરી જશે. આર્થિક નીતિઓને અસરકારક રીતે લાગુ કરવા માટે રાજ્યો સાથે મળીને કામ કરશે. સરકારનો ૩ કરોડ મકાનો બનાવવાનો લક્ષ્યાં ક હાંસલ કરવામાં આવ્યો છે અને આગામી ૫ વર્ષમાં ૨ કરોડ વધુ મકાનો બનાવવાનું લક્ષ્ય છે. રૂફ ટોપ સોલાર સ્કીમ હેઠળ, લોકોને ૩૦૦ યુનિટ વીજળી મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે – નાણાં પ્રધાને બજેટ ભાષણ દરમિયાન જણાવ્યું હતું.

નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું, સર્વાઇકલ કેન્સરને રોકવા માટે પ્રયાસો કરવામાં આવશે. આ માટે રસીકરણ કરશે. ખેડૂતોની આવક વધારવાના પ્રયાસો કરવામાં આવશે. મિશન ઇન્દ્રધનુષમાં રસીકરણ વધારવામાં આવશે. નવી મેડિકલ કોલેજાે ખોલવામાં આવશે. આ માટે કમિટી બનાવશે. ૯ થી ૧૪ વર્ષની કન્યાઓને વિનામૂલ્યે રસીકરણ કરવામાં આવશે. નેનો ડીએપીનો ઉપયોગ પાક પર કરવામાં આવશે. ડેરી વિકાસ ક્ષેત્રે સારું કામ થશે. ડેરી ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવશે.

૧૩૬૧ મંડીઓને ઈનેમસાથે જાેડવામાં આવશે. આગામી ૫ વર્ષમાં વિકાસની નવી વ્યાખ્યા બનાવીશું. આશા બહેનોને પણ આયુષ્માન યોજનાનો લાભ આપવામાં આવશે. તેલીબિયાં પર સંશોધનને પ્રોત્સાહન આપવામાં આવશે. દર મહિને ૩૦૦ યુનિટ વીજળી મફત આપવામાં આવશે.

નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું, લખપતિ દીદીને પ્રમોટ કરવામાં આવશે. પગાર ૨ કરોડથી વધારીને ૩ કરોડ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ૯ કરોડ મહિલાઓના જીવનમાં પરિવર્તન આવ્યું છે. ર્સ્વનિભરતા લખપતિ દીદીમાંથી આવી છે. આંગણવાડીના કાર્યક્રમો ઝડપી કરવામાં આવશે. અત્યાર સુધી એક કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવામાં આવી છે.

નાણામંત્રી ર્નિમલા સીતારમણે કહ્યું કે જન ધન ખાતામાં પૈસા જમા કરીને ૨.૭ લાખ કરોડ રૂપિયાની બચત થઈ છે અને સરકારનું આર્થિક સંચાલન એટલું ઉચ્ચ સ્તરનું છે કે તેણે દેશને નવી દિશા અને નવી આશા આપી છે.

મોદી સરકારે એવી વ્યવસ્થા કરી છે કે દેશના તમામ રાજ્યો અને વર્ગો દેશની આર્થિક પ્રગતિનો સામૂહિક રીતે લાભ મેળવી શકે. નાણાકીય ક્ષેત્રને વધુ મજબૂત અને વધુ સરળતાથી કામ કરવા સક્ષમ બનાવવામાં આવી રહ્યું છે. દેશમાં મોંઘવારી સંબંધિત મુશ્કેલ પડકારો દૂર કરવામાં આવી રહ્યા છે અને ફુગાવાના આંકડા નીચે આવ્યા છે. ss2ss


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.