સ્પેક ,કોમર્સ કોલેજના વુમન ડેવલપમેન્ટ દ્વારા રક્ષા બંધનની અનોખી ઉજવણી

તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ ઍજ્યુકેશન કૅમ્પસ(સ્પેક) સ્થિત સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ દ્વારા વુમન ડેવલપમેન્ટ સેલ હેઠળ રક્ષાબંધન ના પવિત્ર પર્વ ના દિવસે વડતાલ સુરક્ષા કર્મીઓને વિધાર્થીનીઓ દ્વારા રાખડી બાંધી તેમની સમાજ પ્રત્યે ના સુરક્ષા ભાવ ને બિરદાવ્યો હતો.
તેમજ આણંદ શહેર ના સબજેલ ના કેદીઓ ને રાખડી બાંધી તેમના અપરાધ મુક્ત ભવિષ્યની શુભેચ્છા પાઠવી હતી . આ કાર્યક્રમ નું આયોજન અધ્યાપક પ્રતિમા ચૌધરી દ્વ્રારા ડૉ કે.બી.રાવ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
આ સુંદર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેન શ્રી ગિરીશ પટેલ, સેક્રેટરી શ્રી શિતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જૈમિન પટેલ, ધર્મેશ પટેલ, વિકાસ પટેલ, બ્રિજેશ પટેલ અને ભાવિન પટેલ દ્વારા સ્ટાફ તેમજ વિધાર્થી ને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.