અમેરિકાની એરલાઈન્સની અનોખી શરત: વાદળી આંખ અને શરત પુરી કરશે તો જ મળશે નોકરી
નવી દિલ્હી, દરેક કંપની ઈચ્છે છે કે ત્યાં કામ કરતા લોકો તેની અપેક્ષા મુજબ રહે. પરંતુ કેટલીકવાર આવી વિચિત્ર શરતો લાદવામાં આવે છે જે આશ્ચર્યજનક છે. થોડા દિવસો પહેલા એક કંપનીની આવી જ શરત વાયરલ થઈ હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે જાે તમારે નોકરી જાેઈતી હોય તો તમારે શાકાહારી બનવું પડશે. જેની ખૂબ ટીકા થઈ હતી. તેવી જ રીતે એક અમેરિકન એરલાઈન્સ દ્વારા પણ વિચિત્ર શરત મુકવામાં આવી છે. તે માત્ર વાદળી આંખોવાળી છોકરીઓને જ નોકરી આપે છે. આ સિવાય પણ આવી ઘણી શરતો છે, જેના વિશે જાણીને તમે ચોંકી જશો.
અમેરિકાની યુનાઇટેડ એરલાઇન્સ પર રોજગારના મામલે ભેદભાવ કરવાનો આરોપ છે. તે અમુક ખાસ વિશેષતા ધરાવતા લોકોને જ નોકરી આપી રહી છે. ચાર્ટર્ડ ફ્લાઈટ્સમાં એટેન્ડન્ટની નોકરી માટે વાગળી આંખોવાળી છોકરીઓ તેમની પહેલી પસંદ છે. સાથે જ જવાન અને દેખાવમાં પાતળી હોવાની પણ શરત રાખવામાં આવી છે. તેના માટે અનુભવની પણ અવગણના કરવામાં આવી રહી છે.
હકીકતમાં, એરલાઈન્સના બે ફ્લાઈટ એટેન્ડન્ટે આ મુદ્દો ઉઠાવ્યો છે અને આ મામલો કોર્ટમાં લઈ ગયા છે. તે દાવો કરે છે કે આ કારણોસર તેને લોસ એન્જલસ ડોજર્સ બેઝબોલ ટીમ માટે ચાર્ટર ફ્લાઇટ્સ પર કામ કરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. કારણકે તેમની પસંદ કંઈક ખાસ હતી. ૫૦ વર્ષની ડોન ટોડ અને ૪૪ વર્ષની ડાર્બી ક્યૂઝાદાએ પોતાની અપેક્ષાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેને તે જ કારણોસર બહાર કરી દેવામાં આવ્યાં છે. કહ્યું, બંનેએ એરલાઈન્સને ૧૫ વર્ષથી વધારેનો સમય આપ્યો છે. તેમ છતાં તેમને મોકો આપવામાં નથી આવી રહ્યો.
ફક્ત એટલે તેમને આ ચાન્સ નથી આપવામાં આવી રહ્યો કારણકે, તે ગોરી નથી. ન્યૂયોર્ક પોસ્ટ અનુસાર, મામલામાં અમુક દિવસો બાદ સુનાવણી છે અને હજુ સુધી એરલાઇન્સના પક્ષ સામે આવ્યો નથી.SS1MS