દુનિયામાં એક અનોખો ટાપુ જ્યાં ઝેરી સાપનું રાજ છે
અમદાવાદ, જો તમને લાગે કે દુનિયાના સૌથી ખતરનાક સાપ ફક્ત ભારતમાં જ જોવા મળે છે તો એવું નથી. વાસ્તવિકતા એ છે કે, દુનિયામાં ઘણા એવા જંગલો છે જ્યાં સાપ મોટી સંખ્યામાં જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં માત્ર એક જ આખો ટાપુ છે જ્યાં સાપનું રાજ છે.
આ ઉપરાંત આ ટાપુ પર જવાની હિંમત કોઈ મનુષ્ય કરી શકતો નથી. અહીં જે પણ જાય છે તેને સાપ મારી નાખે છે.Ilha da Quenamada નામનો આ ટાપુ બ્રાઝિલની નજીક છે. ઇલ્હા દા ક્વેનામાડા વિશ્વમાં સાપના ટાપુ તરીકે ઓળખાય છે. તે બ્રાઝિલના સાઓ પાઉલોના દરિયાકિનારાથી ૩૩ કિલોમીટરના અંતરે સ્થિત છે, જે ચાર લાખ ૩૦ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. વિષુવવૃત્તની નજીક સ્થિત હોવાને કારણે અહીં ગાઢ જંગલો અને ઘણાં પ્રાણીઓ જોવા મળે છે, જેમાંથી સાપ સૌથી વધુ છે.
ઇલ્હા દા ક્વેનામાડામાં સાપની ઘણી પ્રજાતિઓ રહે છે. આમાં ગોલ્ટન લાન્સહેડ વાઇપર નામની લુપ્તપ્રાય પ્રજાતિનો પણ સમાવેશ થાય છે. તેને વિશ્વના સૌથી ઝેરી સાપ માનવામાં આવે છે. તેની લંબાઈ લગભગ ૪૬ ઈંચ છે અને તેનો રંગ પીળો અને ભૂરો છે. ૨૦૧૫ના આંકલન મુજબ અહીં લગભગ બેથી ચાર હજાર સાપ છે.
અહીં દર ૭૫ ચોરસ મીટરમાં એક સાપ જોવા મળે છે. ઘણાં લોકો એવો પણ દાવો કરે છે કે, અહીં દર કિલોમીટરે પાંચ સાપ રહે છે. સાપ વિશે લોકોમાં ઘણી વાતો ફરે છે, જેમાં એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ આ ટાપુ પર ગયો પછી ભલે તે માછીમાર હોય કે કેળાની શોધમાં હોય કે પછી કોઈ અન્ય, અહીં આવ્યા પછી ચોક્કસ મૃત્યુ પામે છે. ગોલ્ડન લેન્સહેડ વાઇપર દ્વારા માણસો મર્યા ગયા હોવાના સત્તાવાર અહેવાલ ક્યારેય મળ્યા નથી. માનવીઓ પર આ સાપના ઝેરની અસરોનું ક્યારેય પરીક્ષણ કરવામાં આવ્યું નથી, પરંતુ એવું જોવામાં આવ્યું છે કે, ઉત્તર અથવા દક્ષિણ અમેરિકાના અન્ય સાપ કરતાં અન્ય લેન્સહેડ સાપ વધુ માનવ મૃત્યુ માટે જવાબદાર છે.
લેન્સહેડ સાપના ડંખથી મૃત્યુની સંભાવના સાત ટકા છે. સારવાર બાદ પણ મૃત્યુની શક્યતા માત્ર ત્રણ ટકા હોવાનું કહેવાય છે. મૃત્યુના કારણોમાં સામાન્ય રીતે આંતરડામાંથી રક્તસ્રાવ, કિડનીની નિષ્ફળતા, મગજનું હેમરેજ અને સ્નાયુ પેશીઓનું ગંભીર નેક્રોસિસ છે. હકીકતમાં સાપનું ઝેર માંસ અને પેશીઓને ઓગાળે છે. તેનાથી સાપને પચવામાં સરળતા રહે છે. પરીક્ષણો દર્શાવે છે કે ગોલ્ડન લાન્સહેડ વાઇપર બોથ્રોપ પ્રકારના સાપમાં સૌથી ઝડપી પ્રતિભાવ દર્શાવે છે.
ઇલ્હા દા ક્વેનામાડાના સાપ એ જ પ્રજાતિના હતા જે બ્રાઝિલની ધરતી પર જોવા મળે છે. પરંતુ ૧૦થી ૧૨ હજાર વર્ષ પહેલાં દરિયાની સપાટી વધવાને કારણે આ ટાપુ બ્રાઝિલની જમીનથી અલગ થઈ ગયો હતો. જેના કારણે અહીં સાપની વસ્તી એકલી પડી ગઈ હતી.SS1MS