ગુજરાતમાં અનોખી શાળા: દિવસે નહીં રાત્રીએ ભણાવાય છે ઘડતરના પાઠ

પ્રતિકાત્મક
જામનગર, આજના આધુનિક યુગમાં શિક્ષણનું મહત્વ ખુબ જ વધી ગયું છે. જો આપણે શિક્ષિત હોય તો આપણે બાળકોને સારી રીતે શિક્ષણ અને ઘડતર આપી શકીએ. આથી ગરબી અને મધ્યમ વર્ગના લોકો કે બાળકો કોઈ શિક્ષણથી વંચિત ન રહે તે માટે જામનગરની એક શાળા ખુબ જ મહત્વનું કામ કરી રહી છે.
જામનગરમાં એક માત્ર રાત્રી શાળા છે, જે બાળકોને માત્ર શિક્ષણ જ નહીં રમત ગમત, સંસ્કાર, સમજણના પાઠ ભણાવે છે. ભોંય જ્ઞાતિ યુવક મંડળ રાત્રી શાળાના મિતેશભાઈ દાઉદીયાએ જણાવ્યું હતું કે, આ શાળાની આજથી ૯૪ વર્ષ પહેલા જ્ઞાતિના વડિલ સ્વ.દામજીભાઈ રામજીભાઈ મહેતા અને તેની ટીમ દ્વારા શરૂ કરવામાં આવી હતી.
પહેલા પ્રૌઢ શિક્ષણની શરૂઆત કરવામાં આવી હતી. આ રાત્રી શાળાની સ્થાપના કરવા પાછળનો હેતુ એ હતો કે, ગરીબ અને મજુર વર્ગના પરિવારના સભ્યો કે જેઓ શિક્ષણથી વંચિત રહી ગયા છે. તેઓને શિક્ષણ મળે રહે તેવો હતો. જો મજૂર વર્ગના લોકોને શિક્ષણ મળે તો તેઓ પોતાના જીવનમાં કંઈક કરી શકે.
આ સાથે જ તેઓ જ્યાં મજુરીએ જાય છે. તેની મજૂરીનો હિસાબ બરાબર તેઓ કરી શકે અને તેની સાથે કોઈ છેતરપીંડિ ન કરી શકે તે માટે આ રાત્રી શાળાની સ્થાપના કરવામાં આવી હતી. અત્યારની પરિસ્થિતિ એવી છે કે, જેમાં શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું છે. અત્યારે મોટાભાગના લોકો પ્રાઇવેટ સ્કૂલમાં પોતાના બાળકોને બેસાડી રહ્યા છે.
પણ આ શિક્ષણ મેળવવાના ચક્કરમાં માતા-પિતા પોતાના બાળકોની હેલ્થ વિશે જાણવાનું ભુલી જાય છે. જેથી બાળકોનું સ્વાસ્થ્ય ક્યાંકને ક્યાંક જોખમમાં મુકાઈ રહ્યું છે. આ શાળામાં બાળકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહી શકે તે માટે લેઝિમ, પીટી, ડમ્બેલ્સ અને વિવિધ શારીરિક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.
જેથી બાળક માનસિક અને શારીરિક બંને રીતે સ્વસ્થ રહી શકે. શાળા દ્વારા બાળકોને અઠવાડિયામાં એક વખત ધાર્મિક સ્થળો પર અથવા તો નજીકનાપર્યટક સ્થળો પર સાઇકલ લઈને લઈ જવામાં આવે છે. જેથી બાળકોમાં સાઇકલ પ્રત્યેની અવેરનેસ આવે. બાળકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે અને તેઓ પ્રકૃતિ પ્રેમી બને તે ઉદેશ્ય સાથે બાળકોને સાઇકલ પર અલગ અલગ જગ્યાઓ પર લઈ જવામાં આવે છે.SS1MS