ગુજરાતમાં આ સ્થળે છે- દાયકાઓ જૂના હાર્માેનિયમનો જોવા જેવો સંગ્રહ
ભચાઉમાં આવેલું છે એક અનોખું સૂર મંદિર
કચ્છ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો પ્રદેશ છે. સફેદ રણ, કાળો ડુંગર, ઘૂઘવાતો સમુદ્ર અહીં છે તો કોટેશ્વર, માતાનો મઢ, નારાયણ સરોવર જેવા તીર્થાે પણ છે. આ કચ્છના પ્રવેશદ્વાર એવા ભચાઉમાં એક સરસ મ્યુઝિયમ છે, કોઈ મૂર્તિ જૂના સિક્કા કે શસ્ત્રોનું આ સંગ્રહાલય નથી આ તો છે હાર્માેનિયમનું મ્યુઝિયમ. ભચાઉમાં આ મ્યુઝિયમનું નિર્માણ કર્યું છે માંડવીના વતની અને ભજનપ્રેમી પાલુભાઈ ગઢવીએ અનેક કલાકારો આ મ્યુઝિયમની મુલાકાત લઇ ચૂક્યા છે.
૧૯૭૫ના કચ્છ ભાડીયામાં વિરામભાઈ ગઢવીને ત્યાં જન્મેલા પાલુભાઈ પિતા સાથે ભજનો માણવા જતા. નિશાળમાં પ્રાર્થના ગાતા. બચપણમાં પિતાનું છત્ર ગુમાવતા પરિવારની જવાબદારી પાલુભાઈ પર આવી કચ્છીઓ મેઈન ચોક છે ત્યાં કપડાની દુકાનમાં નોકરી કરી તે વખતે શો રૂમની કેટલાક વસ્ત્રો બતાવવા કચ્છી સંગીતકાર બલેડી કલ્યાણજી આણંદજીના બંગલે મોકલ્યા. આમ વારંવારની મુલાકાત બાદ કલ્યાણજીભાઈને લાગ્યું કે આ છોકરો છે સંગીતપ્રેમી. તેમણે પોતાનું હાર્માેનિયમ ભેટ આપ્યું અને કહ્યું, બેટા સંગીત પ્રત્યે સાચી આત્મિયતા હશે તો ક્યારેક ઈશ્વરની અનુભૂતિ થશે.
ભજનાનંદી પાલુભાઈને આ વાક્ય હૃદયમાં વસી ગયું, પછી એમને નાણાની વધુ જરૂર દેખાતા મુંબઈથી વલસાડ ગયા. જ્યાં કચ્છની પ્રખ્યાત દાબેલીની લારી શરૂ કરી. તે વખતે એક હાર્માેનિયમ અને શીખવવા માટે હિંમત શાહ પાસે જતા એ પછી કચ્છના જ સેવાભાવી દાનવીર ઉદારદિલ સેવાભાઈ ચન્દ્રકાંતભાઈ ગોગરીએ ભચાઉમાં અણુશક્તિ ઈન્ડસ્ટ્રીઝ આરતી ગ્રૂપ શરૂ કરી અને પાલુભાઈને આ કપરી વિશાળ જવાબદારી આપી. ૨૦૦૧ના કચ્છના ભૂકંપ પછી આ ફેક્ટરી સંભાળવા પાલુભાઈ ભચાઉમાં સ્થાયી થયા.
પાલુભાઈ અરવીંદ ઠક્કર અને શ્યામ સુથાર પાસે પેટી વગાડતા શીખ્યા તે વખતે સ્કેલવાળુ હાર્માનિયમ ખરીદ્યું. અને સ્વર હોય ત્યાં ઈશ્વર હોય એ સુત્રએ હાર્માેનિયમ પ્રભુ સ્વરૂપ ભાસતુ. પોતે ભંગારમાં હાર્માેનિયમ વેચાતુ જોતા ત્યારે ગમતુ નહીં.
જેમ ભગવાનની મૂર્તિ ભંગારમાં ન વેચાય પરંતુ વહેતા જળમાં પધરાવાય તેવી માન્યતા છે તેવી રીતે જ હાર્માેનીયમ પણ શા માટે વેચવું જોઈએ અને બસ પછી શરૂ થઈ હાર્માેનીયમના સંગ્રહની લગનન, ધગશ અને સફર. જૂની પેટી મળે અને રાખી લે એટલું જ નહીં તે રિપેર કરવાવાળા પણ શોધ્યા. અમદાવાદમાં સૂરેશ શર્મા હાર્માેનીયમનું સમારકામ કરે છે તેવું જાણ્યું એટલે ત્યાં તે કરાવવાનું શરૂ કર્યુ પછી તો ભચાઉમાં પણ એક કારીગરને રાખી લીધા.
પાલુભાઈ પોતાની આ રૂચિ અંગે કહે છે. ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં જઈ ગાયક વગાડનાર અને ભંગારના વાડે જઈ તુટેલા બગડેલા હાર્માેનિયમ મો માંગી કિંમત દઈ ખરીદ્યા છે અને અમદાવાદ રિપેર કરાવ્યા છે. પંડીત ભીમસેન જોષીએ વગાડેલુ હાર્માેનિયમ તેમણે રૂ.૩ લાખમાં ખરીદી લીધું જ્યારે કચ્છી ભજનિક કાકુ મહારાજે વાપરેલુ પરંતુ બગડેલુ હાર્માેનિયમ ભંગારમાંથી લીધું જેની કિંમત ૧૧ હજાર ચુકવી જે પુનામાં ૬૦ હજાર ખર્ચીને રીપેર કરાવ્યું. દાયકાઓ જુના હાર્માેનિયમ એક્તર કર્યા જેના પગથી વાગતી ચાર વાજા પેટી પણ ખરીદી હતી.
પાલુભાઈના સંચાલન હેઠળ ચાલતી આરતી ઈન્ડસ્ટ્રીઝનો પાલુભાઈની ઓફીસમાં પેટીઓની હારમાળા છે પરંતુ વધુ હાર્માેનિયમ એજ હાઈવે પર રાજભાઈ માતાજી મંદિર પાસે પોતે બનાવેલા ભજનધામના ખંડમાં ૨૦૦થી વધુ હાર્માેનિયમ જોવા એ અનેરો લ્હાવો આનંદ છે. પાલુભાઈ જેને મંદિર ગણે છે ત્યાં સંગીતકાર બેલડી કલ્યાણજી આણંદજી સાણંદના ઠાકોર સાહેબ, પ્રસિદ્ધ ભજનિક નારાયણ સ્વામી, સંગીતકાર અને ગાયક આર.ડી.બર્મન સાહેબ પંડીત ભીમસેન જોષી (સાફલ્ય ગાયક) વગેરેએ ઉપયોગ કરેલા હાર્માેનિયમો આ ભજનધામમાં છે.
પાલુભાઈ જણાવે છે કે, ડી.એસ.રામસીંગ, હરિભાઈ વિશ્વનાથ, શંકરલાલ મીસ્ત્રી વગેરે હાર્માેનિયમ બનાવનાર જાણીતી કંપનીનાં સીસમ, બર્માટિક સાગ વગેરેમાંથી હાર્માેનિયમ બનેલા છે. આ વાજીંત્ર બનાવતી અમુક કંપનીઓ તો હવે બંધ થઈ ગઈ છે. પાલુભાઈ પાસે ચાર સપ્તકના અને એકાદ સદીથી પણ જુના હાર્માેનિયમ છે.