Western Times News

Gujarati News

ભારતનું અનોખું ગામ જે બે દેશોનો ભાગ છે, સરપંચને ૬૦ પત્નીઓ છે

નવી દિલ્હી, ભારતમાં ઘણા એવા રેલવે સ્ટેશન કે જગ્યાઓ છે, જે બે અલગ-અલગ રાજ્યોનો ભાગ છે. તેની અડધી જગ્યા એક રાજ્યમાં તો બીજી જગ્યા બીજા રાજ્યમાં હોય છે. પરંતુ શુ તમે જાણો છો કે ભારતમાં એક એવુ ગામ પણ છે, જે ભારત સિવાય બીજા દેશનો ભાગ છે? આ કારણથી અહીંના નાગરિકો પાસે બેવડી નાગરિકતા છે.

જ્યાં એક અનોખી આદિજાતિ રહે છે. નાગાલેન્ડનું લોંગવા ગામ તેની અનોખી વિશેષતાના કારણે ઘણું જ પ્રસિદ્ધ છે. આ ગામમાં કોન્યાક આદિજાતિ વસવાટ કરે છે. આ ગામ ભારતની સાથે સાથે મ્યાનમારનો પણ ભાગ છે.

નવાઈની વાત તો એ છે કે, બોર્ડર આ ગામના સરપંચ અને આદિજાતિના અધ્યક્ષ એટલે રાજાના ઘરેથી થઈને નીકળે છે. આ કારણથી એવુ કહેવામાં આવે છે કે, રાજા પોતાના જ ઘરામાં મ્યાનમારમાં ખાય છે અને ભારતમાં ઉંઘે છે. આઉટલુક ઈન્ડિયાની એક રિપોર્ટ અનુસાર, રાજાને ‘અંધ’ કહેવામાં આવે છે, જેની ૬૦ પત્ની છે. તે પોતાના ગામ સિવાય મ્યાનમાર, નાગાલેન્ડ અને અરુણાચલ પ્રદેશનો પણ રાજા છે.

જાણકારી અનુસાર, કોન્યાક આદિજાતિને હેડહન્ટર કહેવામાં આવે છે. હેડહન્ટર એટલે તે પ્રક્રિયા જેના હેઠળ આ આદિજાતિના લોકો એકબીજાના શિરચ્છેદ કરીને ખાય છે અને તેમના ઘરોમાં સજાવે છે. પરંતુ ૧૯૬૦ના સમયે જ્યારે અહીં ખ્રિસ્તિ ધર્મ ઝડપથી ફેલાઈ રહ્યો હતો, ત્યારે આ પ્રથાને ધીમે ધીમે નાબૂદ કરી દેવામાં આવી.

સીએન ટ્રેબલરની વેબસાઈટ રિપોર્ટ અનુસાર, ગામમાં લગભગ ૭૦૦ ધર છે અને આદિજાતિના વસ્તી, અન્ય આદિજાતિઓની સરખામણીમાં વધારે છે. ગામના લોકો એક દેશથી બીજા દેશ સફર કરે છે. કોન્યાક લોકો તેમના ચહેરા પર અને શરીરના અન્ય ભાગો પર ટેટૂઝ બનાવે છે. જેનાથી તેઓ આસપાસની અન્ય આદિજાતિઓથી અલગ લાગે.

ટેટૂઝ અને હેડ હન્ટિંગ તેમની માન્યતાઓને મુખ્ય ભાગ છે. આદિજાતિના રાજાનો પુત્ર મ્યાનમાર સૈન્યમાં ભરતી છે અને લોકોને બંને દેશોમાં આવવા-જવા માટે કોઈ વીઝા કે પાસપોર્ટની જરૂર પડતી નથી. અહીં નાગમિષ ભાષા બોલવામાં આવે છે, જે નાગા અને આસામી ભાષાને જાેડીને બનાવવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.