ધર્મસિંહ દેસાઈ હાઈસ્કુલ નડિયાદમાં એકતા રેલીનું આયોજન કરાયું
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) સરદાર વલ્લભભાઈ સેવા સમાજ ટ્રસ્ટ સંચાલિત ધર્મસિંહ દેસાઈ ટેકનીકલ હાઈસ્કુલ નડિયાદમાં આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ જયંતી નિમિત્તે શાળા કેમ્પસમાં આવેલ સરદાર પટેલની પ્રતિમા આગળ ગુલાબનો હાર તેમજ સુતરની આંટી શાળા પરિવારનાં સભ્યો દ્વારા પહેરાવવામાં આવી હતી
ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા એકતા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આગળ શાળાની વિદ્યાર્થીનીઓ તેમજ શાળાના શિક્ષક ધર્મેશભાઈ મકવાણા દ્વારા શ્રી સરદાર પટેલની સુંદર રંગોળી બનાવવામાં આવી હતી ત્યાં આવેલ તેમની પ્રતિમા આગળ શાળા પરિવારના સભ્યોએ સુતરની આંટી પહેરાવવમાં આવી હતી.
સરદાર સાહેબના જીવનના ઘડતરની શરૂઆત થઈ તે સરદાર પટેલ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓની મુલાકાત કરાવવામાં આવી શાળામાં આવેલ સ્મૃતિ ભવનની પણ વિદ્યાર્થીઓએ મુલાકાત લીધી હતી ત્યારબાદ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળની મુલાકાત લેવામાં આવી હતી આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના કેમ્પસ ડાયરેક્ટર શ્રી આર.કે.પટેલ, શાળાના આચાર્યશ્રી જતનકુમાર એમ જાેષી, તથા શાળાના કર્મચારીગણ હાજર રહ્યા હતા.