અજાણી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરીને વડોદરાના વેપારીએ લાખો ગુમાવ્યા
વડોદરા, શહેરમાં એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. ફેસબુક પર આવેલી ફ્રેન્ડ રિકવેસ્ટ કન્ફર્મ કર્યા બાદ વેપારીએ ત્રણ લાખથી વધુ રૂપિયા ગુમાવ્યા છે. ફેસબુકથી મેળવેલા વોટ્સએપ નંબર પર વાત કરીને વીડિયોકોલનું સ્ક્રિન રેસોર્ડિંગ કરીને સાયબર માફિયાઓએ બ્લેકમેલ કરીને વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવી સીબીઆઈમાંથી બોલું છું કેમ કહીને અન્ય રૂપિયા પડાવવાનું પણ કાવતરું ઘડ્યુ હતુ. આ અંગે સાઇબર ક્રાઇમમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરના હરણી વિસ્તારમાં રહેતા એક વેપારીએ આ અંગેની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાવી છે. જેમા તેમણે જણાવ્યુ છે કે, વેપારીને ૨૮મીની રાતે ફેસબુક પર અદિતી અગ્રવાલની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. જે સ્વીકાર્યા બાદ મેસેન્જરમાં સામાન્ય વાત થતી હતી. જે બાદ તેણે મેસેજમાં ફોન નંબર માંગતા તે પણ શેર કર્યો હતો. જે બાદ અજાણ્યા મોબાઇલ નંબર પરથી વોટ્સએપ મેસેજ આવ્યો હતો.
જેમાં મેસેજ કરનારે તેણે તેનું નામ અદિતી જણાવ્યુ હતુ. થોડી વાચતચીત બાદ તે વીડિયો કોલ કરશે તેમ જણાવ્યુ હતુ. તેણે વીડિયો કોલ કર્યો અને મેં ઉપાડતા સામે નગ્ન યુવતી બેઠી હતી અને મારી જાણ બહાર આ અંગત વીડિયોકોલનું સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવી રહ્યુ હતુ. જે બાદ તેણે આ અંગેનો વીડિયો મને મોકલીને વાયરલ કરવાની ધમકી આપીને રૂપિયાની માંગણી કરી હતી. જે બાદ આ લોકોએ મને ધમકાવીને થોડા થોડા કરીને ૩.૩૩ લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્ઝેક્શનથી પડાવ્યા હતા.
જે બાદ ૧ ડિસેમ્બરના રોજ બપોરે એક અજાણ્યા નંબર પરથી વોઇસ કોલ આવ્યો હતો. જેણે સીબીઆઈ અધિકારીના નામે પૈસાની માંગણી કરી હતી. આ અંગે ફરિયાદ કરાતા સાયબર ક્રાઇમ દ્વારા ગુગલ પે, એચડીએફસી, જીઓ પેમેન્ટ બેંક સહિત કુલ ૮ વિવિધ નંબરો ધરાવતા વ્યક્તિ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.SS1MS