રાજ્યની આર્થિક વ્યવસ્થામાં પશુપાલન વ્યવસાયનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન- પશુપાલન મંત્રી

પ્રતિકાત્મક
કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યની આર્થિક વ્યવસ્થામાં પશુપાલન વ્યવસાયનું ખૂબ મહત્વપૂર્ણ યોગદાન છે, ત્યારે ગાભણ પશુઓને પોષણ યુક્ત આહાર મળી રહે તે માટે ખેડા જિલ્લામાં ખાણદાણ સહાય યોજનાથી પશુપાલકોને સહાય પૂરી પાડવામાં આવે છે.
ખેડા અને આણંદ જિલ્લામાં ખાણદાણ સહાય યોજના અંતર્ગત પ્રશ્નના ઉત્તરમાં પશુપાલન મંત્રીશ્રીએ જણાવ્યું કે, ૩૧-૧૨-૨૨ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લામાં પશુપાલકોને ગાભણ પશુઓ માટે ૨૮૧૪ પશુપાલકોને લાભ આપવામાં આવ્યો છે. આ પેટે રૂપિયા ૧.૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે .આણંદ જિલ્લામાં પણ ૪૯૨૩ પશુપાલકોને લાભ આપવામાં આવ્યો છે, આ પેટે રૂ. ૨.૩૩ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ યોજના અંતર્ગત પશુદીઠ ખર્ચ અંગે પશુપાલન મંત્રીશ્રી એ જણાવ્યું કે, પશુ દીઠ ૨૫૦ કિલો ખાણ આપવામાં આવે છે, આ પેટે અંદાજે રૂપિયા ૬૦૦૦નો ખર્ચ થાય છે.