Sindhubhavan road stunt : ગાડી પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ
અમદાવાદ, શહેરનો Sindhu bhavan road જાણે કે લોકોની અવરજવર માટે નહીં, પણ સ્ટંટ ટ્રેક બન્યો હોય તેમ એક બાદ એક ઘટના બની રહી છે. તાજેતરમાં દિવાળી પર કેટલાક લોકો ગાડીમાં નીકળ્યા હતા અને ફટાકડા ફોડી લોકોના જીવ જાેખમમાં મૂકાય તેવું કૃત્ય કર્યું હતું. તે સમયે પણ સરખેજ પોલીસ વિવાદમાં આવતા જ ઉચ્ચ અધિકારીઓએ નિવેદન આપ્યું હતું કે, સ્ટંટ કરનારાઓને રોકવા માટે ત્યાં સતત પેટ્રોલિંગ કરાશે અને એક ટીમ સતત વોચ રાખશે.
DCP કક્ષાના અધિકારીના આ નિવેદન બાદ પણ હવે કેટલાક લોકોએ તેમને જ ચેલેન્જ આપી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. કેટલીક ગાડીઓમાં ગીતો વગાડીને કેટલાક લોકોએ ગાડીમાંથી બહાર નીકળી જીવ જાેખમાય તે રીતે સ્ટંટ કરી રીલ બનાવતા જ વીડિયો વાયરલ થતા ફરી એક વાર સરખેજ પોલીસ બદનામ થઇ છે.
Video of doing stunts on Sindhu bhavan road viral
આવા આવારા લોકોને પહેલેથી અંકુશમાં ન રાખનાર પોલીસે હવે વાયરલ વીડિયો આધારે મોડે-મોડેથી ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં આવતો સિંધુભવન વિસ્તાર એટલે હાઇફાઇ લોકોની અવરજવર અને યંગસ્ટર્સોને હરવા ફરવા બેસવાની જગ્યા તરીકે ઓળખાય છે.
અહીં આસપાસમાં અનેક VIP લોકો રહેતા હોવા છતાં Food Court તથા મોડીરાત સુધી Cafe ખુલ્લા રહે છે.
પોલીસ દ્વારા આ વિસ્તારમાં માત્ર નામનું પેટ્રોલિંગ કરવામાં આવે છે.
સરખેજ પોલીસની આ હદમાં ગત દિવાળી સમયે કેટલાક લોકોએ જાહેર રોડ પર લોકોના જીવ જાેખમાય તે રીતે ફટાકડા ફોડ્યા હતા અને સ્ટંટ કર્યા હતા. જેને લઇને વીડિયો વાયરલ થતાં અમદાવાદ પોલીસની બદનામી થઇ હતી. બદનામી બાદ જ પોલીસ સફાળી જાગી હતી અને સરખેજ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું.
ત્યારે હવે વધુ એક Video Viral થયો છે. જેમાં ચારેક ગાડીઓમાં સવાર લોકો કોઇના જીવ જાેખમાય તે રીતે ગાડી રોડ પર ચલાવી એકબીજાની ગાડીના રૂફટોપ અથવા વિન્ડોમાંથી બહાર આવી વીડિયો બનાવી રહ્યા છે.
View this post on Instagram
તમામ લોકો કોઇ ગેંગસ્ટર ગીત પર રીલ બનાવી વાયરલ કરતા જ વીડિયો પણ સોશિયલ મિડીયામાં વાયરલ થયો છે. ત્યારે હવે ફરી પોલીસને જ બદનામી વહોરવાનો વારો આવ્યો છે. આ વીડિયો વાયરલ થતાં જ પોલીસે હવે આ બાબતને લઇને આસીફઅલી સૈયદ, હાજીમ શેખ સહિતના લોકો સામે ગુનો નોંધ્યો છે.
ઉલ્લેખનીય છે કે, દિવાળી સમયે થયેલી ઘટના બાદ ઝોન ૭ ડીસીપીએ એક ખાસ સ્ક્વોડ સિંધુભવન રોડ પર તહેનાત રાખી સ્ટંટ કરનારા લોકોની સામે કડક કાર્યવાહી કરવાની વાત કરી હતી. આ વાત માત્ર તેમના મોઢા પૂરતી રહી હોય તેવું લાગી રહ્યું છે.
કારણકે ફરી એક વાર સ્ટંટ કરનારા લોકો તેમની રીલ બનાવવામાં સફળ થયા છે અને પોલીસ નિષ્ફલ નિવડી છે. હવે પોલીસ ગંભીરતા દાખવી આવા લોકો સામે કડક કાર્યવાહી કરે છે કે કેમ, તે જાેવાનું રહેશે.SS1MS