Western Times News

Gujarati News

કેન્સર સામે લડી રહેલી હિના ખાને શેર કર્યાે વીડિયો

મુંબઈ, રે-ઘરે અક્ષરાનાં નામથી ફેમસ થયેલી એક્ટ્રેસ હિના ખાન આ દિવસોમાં જિંદગીનાં સૌથી મુશ્કેલ સમયમાંથી પસાર થઇ રહી છે. બ્રેસ્ટ કેન્સરનાં સ્ટેજ ૩માંથી પસાર થઇ રહેલી હિના ખાન આ દિવસોમાં ફેન્સની સામે આવી અને પોતાની હેલ્થ અપડેટ શેર કરી.

ફેન્સની સાથે ઇમોશનલ મેસેજની સાથે હિના ખાને ફરી એકવાર કેન્સર સામેની લડાઇ વિશે ખુલીને વાત કરી છે. એક્ટ્રેસે જણાવ્યું પાંચમી કીમોથેરાપી પૂરી થઇ ગઇ છે, પરંતુ કેન્સર સામેની લડાઇ પૂરી થઇ નથી, કારણકે હજુ ૩ બાકી છે અને આવનારા દિવસોમાં હજુ વધારે અઘરાં હોઇ શકે છે.હિના ખાને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કર્યાે જેમાં એક્ટ્રેસ જણાવે છે એની ૫મી કીમોથેરાપીમાંથી પસાર થઇ ગઇ છે અને ૩ બાકી છે.

આ દરમિયાન એક્ટ્રેસને બહુ પીડામાંથી પસાર થવુ પડ્યું છે. આ માટે એ સોશિયલ મીડિયાથી દૂર છે.વીડિયો શેર કરીને હિના ખાને હેલ્થ અપડેટ શેર કરી છે. આ સાથે એક્ટ્રેસે કહ્યું કે, મેં જલદી હેલ્થ અપડેટ આપવા વિશે વિચાર્યું કારણકે તમે બધા મારી હેલ્થને લઇને ખૂબ ચિંતિત છો.

હિનાએ આગળ જણાવ્યું કે, હું ઠીક છું અને મારી પાંચમી કીમો પૂરી થઇ ગઇ છે અને ત્રણ બાકી છે. કેન્સરની સારવાર વચ્ચે ખુલીને વાત કરતાં એક્ટ્રેસે જણાવ્યું કે, કેટલાંક દિવસો બહુ અઘરાં હોય છે. આ સાથે કેટલાક દિવસો બહુ સારા હોય છે.

આજે હું સારું ફિલ કરી રહી છું.’હિનાએ જણાવ્યું કે કેમ સોશિયલ મિડીયાથી એ અચાનક ગાયબ થઇ જાય છે. એક્ટ્રસે કહ્યું કે ક્યારેક ક્યારેક હું ગાયબ થઇ જવું છું પણ ઠીક છું. મને એકદમ સ્વસ્થ થવા માટે સમય જોઇએ છે. પોઝિટિવ વિચારોની સાથે હિના ખાન આગળ વધી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.