“ડિફેન્સ એક્સ્પોઃ૨૦૨૨” ની મુલાકાતનું આયોજન કરાયું
અમદાવાદ, તિરુપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસમાં વિધાર્થીઓના ડેવલપમેન્ટ માટે એન.એસ.એસ. સ્પોર્ટ્સ, ક્લચર અને એન.સી.સી. જેવા વિવિધ સેલ કાર્યરત છે ત્યારે એન.સી.સી. કેડેટ્સ માટે ગાંધીનગર સ્થિત ‘ડિફેન્સ એક્સ્પોઃ૨૦૨૨’ની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મુલાકાતમાં આર્મી ,નેવી અને એરફોર્સ વિશે થિયરીની સાથે સાથે પ્રેક્ટિકલ જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું અને તે જ્ઞાન વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી નીવડશે.
વધુમાં આ મુલાકાતને સફળ બનાવવા માટે લેફ્ટનન્ટ (ડો.) ઇના રાવલ , લેફ્ટનન્ટ ભરત વાઢિયા , સ્પેક એન્જીનીયરીંગના આચાર્ય ડૉ.વિશ્વજીત ઠાકર, એસ.પી.સી.એ.એમ.ના કાર્યકારી આચાર્ય ડો. નિરવ ત્રિવેદી તેમજ કોમર્સ કોલેજના આચાર્ય ડો. કે.બી.રાવનું માર્ગદર્શન મળી રહ્યું હતું.
આ ઉપરોક્ત મુલાકાતના સફળ આયોજન માટે સંસ્થાનાં ચેરમેનશ્રી ગિરીશ પટેલ,સેક્રેટરીશ્રી શીતલ પટેલ તેમજ ટ્રસ્ટીશ્રીઓ જેમિન પટેલ,ધર્મેશ પટેલ, વિકાસ પટેલ,બ્રિજેશ પટેલ , ભાવિન પટેલ અને વિવિધ કોલેજાેના ડાયરેકટરશ્રીઓ અને આચાયૅશ્રીઓ અભિનંદન પાઠવ્યા હતા.