ખેડબ્રહ્મા કોલેજમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા ડી.ડી. ઠાકર આર્ટ્સ અને કે.જે.પટેલ કોમર્સ કોલેજ ખેડબ્રહ્મા ખાતે તારીખ ૨૪-૧૧૨૨ ના રોજ વિધાનસભાની ચૂંટણી પ્રક્રિયા અંગેની જાગૃતતા વધે અને મતદારો ચૂંટણી પ્રક્રિયામાં પોતાની સક્રિય ભાગીદારી નોંધાવે તે હેતુથી કોલેજના આચાર્યશ્રી ડૉ. વી.સી.નિનામા, અરવલ્લી વિદ્યાભવન ટ્રસ્ટના સહમંત્રી અને કેમ્પસ ડાયરેક્ટર શ્રી એન ડી પટેલ સમગ્ર સ્ટાફ તથા એનએસએસ અને એનસીસીના વિદ્યાર્થીઓએ સાથે મળીને ૧૦૦% મતદાન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
તથા મતદાર જાગૃતિ અંગેની ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેનું સંચાલન ડૉ.એમ કે ખેરે કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન ડો કે ડી પટેલે કર્યું હતું. સદર કાર્યક્રમમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.