Western Times News

Gujarati News

વિધવા સફાઈ કામદારની દીકરી બનશે સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ

ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ દ્વારા મળતી સહાયમાંથી સ્વપ્ન સાકાર કરશે સુરતની ઈશા પટેલ

(માહિતી) વડોદરા, ગુજરાત સરકારના સામજિક ન્યાય અને અધિકારતા વિભાગ દ્વારા વડોદરા ખાતે મધ્ય અને દક્ષિણ ગુજરાત ઝોનનો વિવિધ સરકારી યોજનાઓ હેઠળ લોન અને સહાય વિતરણ કાર્યક્રમમાં યોજવામાં આવ્યો હતો. A widow sweeper’s daughter will become a certified management accountant

જે અંતર્ગત સામાજિક ન્યાય અને અધિકારીતા તથા મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયા ના હસ્તે સુરતના સફાઈ કામદારની દીકરી ઈશા ને ધોરણ ૧૨ માં ઉતીર્ણ થતા રોકડ ઇનામ તથા પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યું હતું.

સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં રહેતી ૧૮ વર્ષની દીકરી ઈશા શશીકાંતભાઈ પટેલ કે જેના પિતા હયાત નથી. તેની માતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર તરીકે કામ કરી રહ્યા છે. વધુમાં પિતાના મૃત્યુ બાદ ઈશા તેની માતા સાથે મોસાળમાં રહી ને જીવન ગુજારી રહ્યા છે.

પોતાની માતાને સફાઈ કામદાર તરીકે મળતા વેતનમાંથી તેમના તથા મોસાળમાં પરિવારનું ગુજરાન ચાલી રહ્યું છે. આવી ખુબજ કપરી આર્થિક પરિસ્થિતિમાં ઉછેર થયેલ ઈશા ધોરણ ૧૨ માં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈ છે ત્યારે તેની ખુશી નો કોઈ જ પાર નથી.

ખુબજ સારા ગુણાંક થી પાસ થઈ હોવા છતાં આર્થિક ભીંસના સામના વચ્ચે આઇ.સી.ડબલ્યુ.એ. નો સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ નો પ્રોફેશનલ કોર્સ કરીને પોતાની કારકિર્દી બનાવવાનું સ્વપ્ન ઈશા જાેઈ રહી છે. આ કોર્સ માટે મોંઘાદાટ પુસ્તકો અને કોચિંગ ક્લાસના ખર્ચ તેની માતાની કમાણીમાં પોસાય તેમ ન હતા.

ઈશા સફાઈ કામદાર આશ્રિત હોવાથી તેના જેવા પરિવારોને શૈક્ષણિક પ્રોત્સાહન આપવાના હેતુથી ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા મળતી આર્થિક સહાયની યોજના વિશે તેને જાણ થઈ. આ યોજના અંતર્ગત સફાઇ કામદારના બાળકો અને

તેઓના આશ્રિતોના શૈક્ષણિક વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુ થી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષામાં સફાઈ કામદારોના અરજી કરનાર બાળકો પૈકી સમગ્ર રાજ્યમાં એક થી ત્રણ ક્રમ મેળવતાં બાળકોને પ્રોત્સાહન રૂપે રોકડ રકમ અને પ્રશસ્તિપત્ર આપવાની યોજના વર્ષ ૨૦૧૨-૧૩ થી શરૂ કરવામાં આવી છે.

જે અંતર્ગત ધોરણ ૧૨ માં જળહળતા ગુણાંકે ઉત્તીર્ણ થનારને ઈશાને વડોદરા ખાતે યોજાયેલ લોન તથા આર્થિક સહાય વિતરણ કાર્યક્રમમાં ૩૧ હજાર રોકડ ઇનામ સહિત પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવ્યો છે.

આ આર્થિક સહાય મળતા તેની ખુશીનો કોઈ પર રહ્યો નથી. સરકારશ્રી નો આભાર માનતા ઈશા જણાવે છે કે મળેલ રકમમાંથી તે પોતાના ગમતા વ્યવસાયિક કોર્સ માં પ્રવેશ મેળવવા માટે પુસ્તકો ખરીદશે તથા કોચિંગ ક્લાસમાં ફી ભરશે. સરકાર તરફથી જાે આ સહાય ના મળી હોત તો તેને પોતાના ગમતા કોર્સમાં પ્રવેશ મેળવવું અઘરું થઈ જતું.

વધુમાં કારકિર્દીની અન્ય વિકલ્પ પસંદ કરીને આઇ.સી.ડબલ્યુ.એ. ના સર્ટિફાઇડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ બનાવાનું સપનું અધૂરું રહી જાત.

ગુજરાત સરકાર દ્વારા સમગ્ર દેશમાં સૌપ્રથમ વખત અસ્વચ્છ વ્યવસાયમાં રોકાયેલા સફાઈ કામદારોને અન્ય સ્વરછ વ્યવસાયો તરફ વાળવા માટે રાજ્ય સ્તરે અભિયાન ચલાવીને સફાઈ કામદારો અને તેમના આશ્રિતોને આર્થિક રીતે પગભર કરવામાં આવ્યા છે. આજે દીકરી ઈશા જેવા અનેક સફાઈ કામદાર આશ્રિત ઊંચા સ્વપ્નો સાકાર કરવાનો માર્ગ કંડારીને સમાજ માં માનભર્યું સ્થાન મેળવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.