ત્રીજા માળેથી નીચે પટકાતા મહિલાનું મોત નિપજ્યું
સુરત, શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ત્રીજા માળેથી નીચે પટકાતા એક મહિલાનું મોત નિપજ્યું છે. આ મહિલા ઘરમાં સાફ સફાઇ કરી રહી હતી તે દરમિયાન આ ઘટના બની હતી. ઘરમાં સાફ સફાઇ કરી રહેલી મહિલા અચાનક જ ત્રીજા માળેથી નીચે પટકાઇ હતી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ મહિલાનું મોત નિપજ્યું છે. મહિલા ત્રીજા માળેથી નીચે પટકાતા કરુણ મોત નિપજ્યું છે.
મહિલા બાલ્કનીમાં ટેબલ મૂકી સાફ સફાઈ કરતી હતી ત્યારે ત્રીજા માળેથી પટકાઈ હતી. જેના લીધે મહિલાનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. ઘરની સાફસફાઈ માટે મહિલા બાલ્કનીમાં ટેબલ પર ચઢી સાફસફાઈ કરી રહી હતી. સાફસફાઈ કરતી વેળાએ સંતુલન ગુમાવતા મહિલા ત્રીજા માળની બાલ્કનીમાંથી સીધી નીચે પટકાઈ હતી. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.
સીસીટીવી ફૂટેજમાં હચમચાવનારી ઘટના કેદ થઇ છે. ભારતીબેન જશવંતભાઈ પટેલ નામની મહિલાના કરુણ મોતને લઈ પરિવાર શોકમાં છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર, સુરતના ડિંડોલી વિસ્તારમાં આ ઘટના બની છે.
ડિંડોલી વિસ્તારમાં આવેલા ઉમિયાનગર ફ્લેટની આ ઘટના છે. આ ફ્લેટના ત્રીજા માળે રહેતી મહિલા ઘરમાં સાફ સફાઇ કરી રહી હતી, તે દરમિયાન જ અચાનક તે ત્રીજા માળેથી નીચે પટકાઇ હતી. ઉપરથી નીચે પટકાતા મહિલાને ગંભીર ઇજા પહોંચી હતી અને મહિલાનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. ઘટનાને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા.
મહિલાના અધણાર્યા મોતને પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. નોંધનીય છે કે, અવારનવાર આવી અધણાર્યા મોતની ઘટનાઓ સામે આવતી હોય છે. થોડા સમય અગાઉ સુરતમાં આવી જ એક ઘટના સામે આવી હતી. સુરતમાં બીજા માળેથી પટકાતા બાળકનું કરુણ મોત નીપજયું હતું.
આ ઘટના સરથાણાના યોગેશ્વર નગર સોસાયટીમાં બની હતી. જ્યાં દાદીએ શિયાળાનો તડકો ખાવા બેસાડેલો પૌત્ર નીચે પટકાયો હોવાનું જાણવા મળ્યું હતું. બાળકના અકાળે મોતથી પરિવારમાં ઘેરો શોક વ્યાપી ગયો હતો.SS1MS