Western Times News

Gujarati News

AIIMSના ઓપરેશન થિયેટરમાં મહિલા ડોક્ટરની છેડતી કરવામાં આવી

નવી દિલ્હી, ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ ઋષિકેશમાં ગંભીર કેસ નોંધાયા છે. અહીં એમડીની મેડિકલ તપાસમાં છેતરપિંડી કરવા બદલ એઈમ્સના બે ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે હવે એક ન‹સગ ઓફિસર પર મહિલા ડૉક્ટર પર શારીરિક શોષણ કરવાનો આરોપ લાગ્યો છે.

પોલીસે ન‹સગ ઓફિસરને કસ્ટડીમાં લીધા છે.આ મામલો ૧૯ મેનો જણાવવામાં આવી રહ્યો છે. પીડિત ડોક્ટરે પોલીસને લેખિત ફરિયાદ આપી છે. ઓપરેશન થિયેટરની અંદર મહિલા ડોક્ટરની છેડતી કરનાર આરોપીની ધરપકડની માંગ સાથે ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા.

મહિલા તબીબની ફરિયાદના આધારે આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ પછી ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો. સ્થિતિ જોતા પોલીસે ઇમરજન્સી વોર્ડની અંદરથી વાહન હટાવવું પડ્યું હતું.આરોપ છે કે ૧૯ મેની સાંજે ન‹સગ ઓફિસર સતીશ કુમારે એઈમ્સ ઋષિકેશના ઓપરેશન થિયેટરમાં જ્યારે સર્જરી ચાલી રહી હતી ત્યારે મહિલા ડૉક્ટરની છેડતી કરી હતી.

આ ઘટનાના વિરોધમાં એઈમ્સના તબીબો હડતાળ પર ઉતરી ગયા હતા અને ડીનની ઓફિસનો ઘેરાવ કર્યાે હતો. મહિલા તબીબ વતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.પોલીસનું કહેવું છે કે આરોપી ન‹સગ ઓફિસર સતીશ કુમાર મૂળ રાજસ્થાનનો છે.

તેની સામે સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કેસની તપાસ કરવામાં આવી રહી છે. આ મામલાની નોંધ લેતા, ઉત્તરાખંડ મહિલા આયોગના અધ્યક્ષ કુસુમ કંડવાલે એઈમ્સ વહીવટીતંત્રને મળ્યા હતા અને આ મામલે તપાસ અને આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી હતી અને એક સમિતિ બનાવવાનું પણ કહ્યું હતું.

આ કેસમાં પોલીસે કહ્યું છે કે ૨૧ મેના રોજ પીડિત ડોક્ટરે કોતવાલી ઋષિકેશમાં લેખિત ફરિયાદ આપી હતી કે ૧૯ મેના રોજ ટ્રોમા ઓટી કોમ્પ્લેક્સ એઈમ્સના ન‹સગ ઓફિસર સતીશ કુમારે તેને શારીરિક રીતે હેરાન કરી અને ધમકી આપી હતી. ફરિયાદના આધારે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી છે અને કેસ નોંધવામાં આવ્યો છે. આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.