સતત 9 કલાક સુધી મોત સામે ઝઝુમતી રહી નેપાળમાં મહિલા
નેપાળમાં ભૂકંપ બાદ હિમાલય દેશના દૂરના પર્વતીય પ્રદેશમાં ઓછામાં ઓછા ૧૫૭ લોકો માર્યા ગયા હતા
જાજરકોટ, નેપાળના જાજરકોટમાંથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં હાજર રેસ્ક્યુ ટીમ કાટમાળ નીચે દટાયેલી એક મહિલાને બચાવવાની કામગીરી કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહિલા ૯ કલાક સુધી ઘરના કાટમાળ નીચે દટાઈ હતી. જ્યારે રેસ્ક્યુ ટીમ પહોંચી ત્યારે મહિલાનો અવાજ સાંભળીને તેને બચાવી લેવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઉત્તર ભારતમાં ૩જી નવેમ્બરે રાત્રે લગભગ ૧૧.૩૦ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વૈજ્ઞાનિકોએ તેનું કેન્દ્ર નેપાળ હોવાનું જણાવ્યું હતું. આ ભૂકંપના કારણે નેપાળમાં ભયંકર તબાહી મચી ગઈ હતી. A woman has been successfully rescued from the earthquake rubble.
More than 60 were killed and over 100 others injured on midnight Friday when a shallow 5.6-magnitude earthquake hit western #Nepal. A woman has been successfully rescued from the earthquake rubble. (Courtesy: Sabir Safarov)⁰#FrontlineFocus #NepalEarthquake pic.twitter.com/42CXkNaYtf
— CGTNFrontline (@FrontlineBJ) November 4, 2023
નેપાળમાં ૬.૪ તીવ્રતાના શક્તિશાળી ભૂકંપ બાદ હિમાલય દેશના દૂરના પર્વતીય પ્રદેશમાં ઓછામાં ઓછા ૧૫૭ લોકો માર્યા ગયા, ૧૬૧ અન્ય ઘાયલ થયા અને સેંકડો મકાનોને નુકસાન થયું છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી આપી હતી. ૨૦૧૫ પછી નેપાળમાં આ સૌથી વિનાશક ભૂકંપ છે. નેશનલ ભૂકંપ મોનિટરિંગ એન્ડ રિસર્ચ સેન્ટર અનુસાર, ભૂકંપ શુક્રવારે રાત્રે ૧૧.૪૭ વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર જાજરકોટ જિલ્લામાં હતું. આ સ્થળ રાજધાની કાઠમંડુથી લગભગ ૫૦૦ કિલોમીટર પશ્ચિમમાં છે.