Western Times News

Gujarati News

મહિલાને પોતાના જ હાથને જોવાથી લાગે છે ડર

નવી દિલ્હી, વિશ્વમાં વિવિધ પ્રકારના લોકો છે અને તેમાંથી કેટલાક વિચિત્ર શારીરિક પરિસ્થિતિઓમાંથી પણ પસાર થઈ રહ્યા છે. મેડિકલ સાયન્સમાં કેટલાક રોગોની સારવાર સરળતાથી ઉપલબ્ધ છે, પરંતુ કેટલીક એવી વિકૃતિ ઓ પણ છે, જે સામાન્ય નથી. યુકેના નોટિંગહામમાં રહેતી વિક્ટોરિયા ટ્રેટિસને પણ આવો જ એક ફોબિયા છે, જે તેને પોતાના હાથથી ડરવા મજબૂર કરી રહ્યો છે.

૪૧ વર્ષની વિક્ટોરિયા ટ્રેટિસને એક અલગ પ્રકારનો ફોબિયા છે, જેના કારણે તે પોતાના હાથનું કાંડું જાેઈ શકતી નથી. જાે કોઈ અન્ય વ્યક્તિ તેને સ્પર્શ કરે છે, તો તેને તે ગમતું નથી. બાળપણથી જ તેને આ વિચિત્ર બીમારી હતી, જેના કારણે તે પોતાના હાથનું કાંડું જાેઈ શકતી નહોતી અને જાે કોઈ તેનો હાથ પકડી લે તો તેને ખરાબ લાગતું હતું.

બાળપણમાં વિક્ટોરિયાએ આવી કોઈ રમત રમી ન હતી અથવા આવી કોઈ પ્રવૃત્તિનો ભાગ બન્યો ન હતો, જેમાં હાથ પકડવાનો હોય. તે તેના હાથને સંપૂર્ણ કાપડથી ઢાંકતી હતી. રિપોર્ટ અનુસાર, મેન્ટર અને કોચ તરીકે કામ કરનાર વિક્ટોરિયાને ૪ વર્ષની ઉંમરે કાંડા પર સિસ્ટ થઈ ગઈ હતી.

તેના ઓપરેશન બાદ તે ટાંકાથી ડરી ગઈ હતી. આવી સ્થિતિમાં, તે તેનું ધ્યાન અન્યત્ર કરવા માટે ડ્રેસિંગ સમયે અલગ દેખાતી હતી. તે સમયે શરૂ થયેલી સમસ્યા ફોબિયામાં ફેરવાઈ ગઈ. તે તેના કાંડા તરફ જાેઈ પણ શકતી નથી. વિક્ટોરિયાને એક પુત્રી છે, જે તેના હાથને સ્પર્શ ન કરવાના બદલામાં તેણીની મનપસંદ વસ્તુઓ કરવાની પરવાનગી લે છે.

તે જ સમયે, તે તેના પાર્ટનરને તેના હાથને સ્પર્શ પણ કરવા દેતી નથી કારણ કે તે ડરી જાય છે. હાલમાં, તે નિષ્ણાતો દ્વારા હિપ્નોથેરાપી લઈ રહી છે, જેથી તે આ વિચિત્ર ડરથી છૂટકારો મેળવી શકે. એક્સપર્ટ દીપ્તિ તેને સેશન દ્વારા આરામ કરાવવાનો પ્રયાસ કરે છે જેથી કરીને વિક્ટોરિયાના મનમાંથી આ ડર દૂર થઈ જાય.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.