મહારાષ્ટ્રના નાગપુરમાં ફ્લાયઓવર પરથી એક મહિલાએ ઝંપલાવ્યું
મુંબઈ, નાગપુરમાં ફ્લાયઓવર પરથી એક મહિલાએ કૂદી પડી, તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જો કે આ ઘટના પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. પરિવારને ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે પોલીસે મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યાે.
મહારાષ્ટ્રના નાગપુરમાં એક મહિલા ફ્લાયઓવર પરથી કૂદી પડી હતી, જેમાં તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે, ફ્લાયઓવર પરથી કૂદવા પાછળનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.એક પોલીસ અધિકારીએ ગુરુવારે જણાવ્યું હતું કે, નાગપુરમાં ફ્લાયઓવર પરથી કૂદીને ૨૦ વર્ષીય મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, જરીપટકા પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, તનિષ્કા રોશન નાગરે નામની એક મહિલા બુધવારે બપોરે લગભગ ૩ વાગ્યે શહેરના મેકોસાબાગ ફ્લાયઓવર પરથી પડી ગઈ હતી.
તેણે જણાવ્યું કે અવલે નગરની રહેવાસી નાગરરેને માથામાં ગંભીર ઈજા થઈ હતી, ત્યારબાદ તેને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
જ્યારે પોલીસ પીડિત મહિલાને ઓળખી શકી ન હતી, ત્યારે તેઓએ તેનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યાે અને ઘટના વિશે જણાવ્યું. આ પોસ્ટ શેર કર્યાના લગભગ પાંચ કલાક પછી નાગરેના પરિવારને આ ઘટનાની જાણ થઈ. તેઓએ કહ્યું કે તેઓ હજુ સુધી ફ્લાયઓવર પરથી કૂદવાના તેમના નિર્ણય પાછળનું કારણ શોધી શક્યા નથી.પોલીસે ફોટો શેર કર્યાે અને પરિવારને તેની જાણ થઈ.SS1MS